Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

ઔરંગા નદીના પૂરમાં વલસાડ બેહાલ કરોડો રૂપિયાનું નુકશાન : અનેક વિસ્‍તારો આજે પણ પાણીમાં શહેર વેન્‍ટીલેટર ઉપર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: છેલ્લા બે દિવસ વલસાડ વિસ્‍તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્‍તારો પૂરના પાણીનો ભોગ બની ચૂક્‍યા હતા. ઔરંગા નદીના ઘોડાપૂરે વલસાડ શહેરને બેહાલ કરી મુક્‍યું હતું. હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર રેસ્‍ક્‍યુ ઓપરેશનનો દોર લગાતારચાલતો રહેલો હતો. આ અતિવૃષ્‍ટિમાં વલસાડ શહેર અને આજુબાજુના 40 ઉપરાંત ગામો માટે હાર્ટલાઈન સમા લીલાપોર પીચીંગ પુલ અને કૈલાસ રોડ હનુમાન ભાગડા પુલ આ બન્ને પુલ સંપૂર્ણ રીતે ધોવાઈ જતા ચિંથરે હાલ બની ચૂક્‍યા છે. અવર જવર બંધ રખાયો છે. અનેક ગામોનો વલસાડ શહેર માટે સંપર્ક તૂટી ચૂક્‍યો છે.
વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારને જોડતા ઔરંગા નદી ઉપર બે પુલ કાર્યરત છે. આ બન્ને પુલો શહેરના લીલાપોર, હનુમાન ભાગડા, કૈલાસ રોડ વિસ્‍તારને જોડે છે. બન્ને પુલ પૂરમાં બેહાલ થતા 40 ઉપરાંત ગામોનો વલસાડથી સંપર્ક તૂટી ચૂક્‍યો છે. હાલની અતિવૃષ્‍ટિએ કાશ્‍મિરનગર, તરીયાવાડ, વલસાડ પારડી, કૈલાસ રોડ, હનુમાન ભાગડા, લીલાપોર, ભદેલી જગાલાલા જેવા શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પૂરે ભયંકર તારાજી સર્જી છે. કરોડો રૂપિયાના સરસામાન, મકાનોનું નુકશાન થઈ ચૂક્‍યું છે. દાણાબજારમાં મોટા ભાગની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો માલ-સામાન, ચિજવસ્‍તુ પાણીમાં તણાઈ ચૂક્‍યા છે. એમ પણ કહી શકાય કે વલસાડ હાલમાં વેન્‍ટીલેટર ઉપર છે તેવી ચોમેર નકરી તારાજી જ તારાજી વેરાયેલી જોવા મળી રહી છે.
—–

Related posts

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment