January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: પાવાગઢ યાત્રાધામમાં આવેલ જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરી અસ્‍ત-વ્‍યસ્‍ત કરવાની બનેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત અને રોષ ગુજરાતભરના જૈન સમાજમાં પ્રસરી જવા પામ્‍યો હતો. એ અનુસંધાનમાં આજે વલસાડમાં શ્રી સમસ્‍ત જૈન સમાજ દ્વારામહારાજ સાહેબ ગુરુ ભગવંતોની આગેવાનીમાં જૈન અગ્રણીઓ વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી કૃત્‍યને વખોડી કાઢવા સાથે પોતાનો રોષ જણાવ્‍યો હતો.
પાવાગઢમાં જૈન મૂર્તિઓની તોડફોડ અને છિન્ન ભિન્ન કરવાની ઘટેલી ઘૃણાસ્‍પદ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં પડયા છે. તે અંતર્ગત વલસાડમાં આજે રામવાડી દેરાસરથી સમસ્‍ત જૈન સમાજના અગ્રણીઓ મહારાજ સાહેબની આગેવાનીમાં ચાલતા ચાલતા કલેક્‍ટર કચેરી પહોંચ્‍યા હતા. જ્‍યાં કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પાવાગઢની ઘટનાને વખોડી કાઢી વિરોધ કર્યો હતો. આ પ્રસંગે મહારાજ સાહેબે જણાવ્‍યું હતું કે, સમાજના દરેક ધર્મ સંપ્રદાયએ એકબીજાને શ્રધ્‍ધા ભક્‍તિનું સન્‍માન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાલીતાણામાં માંસાહાર અંગે વિવાદ થયો હતો. જો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવાથી મામલાની ગંભીરતાની નોંધ લઈ પાવાગઢમાં મૂર્તિઓને યથાવત પ્રસ્‍થાપિત કરાવી છે. જૈન સમાજના યાત્રાધામ પાવાગઢ હોય કે પાલીતાણામાં ક્‍યારેક જે ઘટના નિંદનીય છે.

Related posts

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment