October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

રવિવારે ફાઈનલ મેચ : ગુજરાત-બરોડા અને નેપાલ ટીમો વચ્‍ચે ફ્રેન્‍ડલી ટી-20 મેચ રમાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: પારડીના પરીયા ગામે નવિન આકારિત થયેલ સાંઈ મેઘપન સ્‍પોર્ટસ લાઈફ ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર આંતરરાષ્‍ટ્રિય ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો તા.31મી રવિવારથી પ્રારંભ થયો છે. બરોડા-ગુજરાત અનેનેપાલની ટીમો વચ્‍ચે ટી-20 ફ્રેન્‍ડલી ટુર્નામેન્‍ટનું બીસીસીઆઈ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. રવિવારે પ્રથમ મેચનો આરંભ રાષ્‍ટ્રગીતથી કરવામાં આવ્‍યો હતો.
સાંઈ મેઘપન સ્‍પોર્ટ્‍સ લાઈફ સ્‍ટેડિયમમાં રવિવાર તા.31મી માર્ચથી આંતરરાષ્‍ટ્રિય ટી-20 ફ્રેન્‍ડશીપ કપ 2024નો પ્રારંભ થયો હતો. ગુજરાત-બરોડા અને નેપાલ ટીમો શનિવારે આવી ગઈ હતી અને નેટ પ્રોક્‍ટિશ શરી કરી દીધી હતી. આગામી રવિવારે ફાઈનલ મેચ રમાશે. જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે. વલસાડ જિલ્લામાં પ્રથમવાર આંતરરાષ્‍ટ્રિય ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમાઈ રહી છે. ધો.10-12ની પરીક્ષાઓ પુરી થઈ ગઈ હોવાથી રવિવારે સ્‍ટેડિયમ ચિક્કાર ભરાઈ ગયું હતું. દમણના હેમાંગ પટેલ, સરલ પ્રજાપતિ અને ગુજરાત ટીમના કેપ્‍ટન ઉમંગ ટંડેલ પોતાની પ્રતિભા દેખાડતા નજરે પડશે. પારડી પોલીસે સ્‍ટેડિયમમાં પુરતો પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવી દીધો હતો. રવિવારે ગુજરાત અને નેપાલ વચ્‍ચે પ્રથમ મેચ રમાઈ હતી. 7મી એપ્રિલના રોજ ફાઈનલ મેચ રમાશે.

Related posts

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

Leave a Comment