October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

 

સરપંચે મામલતદાર તથા ટીડીઓને જાણ કરતા ઘટના સ્‍થળે પહોંચ્‍યાઃ ચન્‍દ્રપુરની લાઈફ સેવર ટ્રસ્‍ટની ટીમે હોડી દ્વારા રેસ્‍કયુ કરી તમામને સલામત સ્‍થળે ખસેડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: છેલ્લા કેટલાક દિવસથી સતત અનાધાર વરસી રહેલા વરસાદને લઈ ચારે તરફથી ફરી વળેલા પાણીને લઈ અનેક ગામો તથા ગામમાં આવેલ ઘરો સંર્પક વિહોણા થઈ ગયા હતા.
પારડી તાલુકાના આમળી સરપંચ ફળીયા ખાતે રહેતા બે કુટુંબીઓના 14 જેટલા સભ્‍યોના ઘરો વાડીમાં હોય ચારે તરફથી પાણી ફરી વળતા તેઓનું બહાર નીકળવું મુશ્‍કેલ બની ગયું હતું. આમળીના સરપંચ રાધાબેન ભરતભાઈ પટેલે આ અંગેની જાણ પારડી મામલતદાર ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી સની પટેલને કરવામાં આવતા તેઓ પારડી ચન્‍દ્રપુર ખાતે આવેલ માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટની ટીમ સાથે ઘટના સ્‍થળે નીકળતા તેઓ પણ સૌ પ્રથમ પારડી ભેંસલાપાડથી પરિયા જતા રોડ અને ત્‍યારબાદ ડુંગરીથી આમળી જતા રોડ આ બન્ને રોડ પર આવેલા ખનકી પર પાણી ફરી વળતા રસ્‍તો બંધ હોય રોહિણાથી તરમાલિયા થઈ આમળી પહોંચી માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટના જીગ્નેશ માગેલા, મંગેશ માગેલા, સતીષ માગેલા, મહેન્‍દ્ર માગેલા, ધનંજય માગેલા,હાર્દિક માગેલા, શશીકાંત માગેલા વિગેરે સભ્‍યોએ પાણીમાં ફસાયેલા તમામ 14 જેટલાસ્ત્રી, પુરુષો અને બાળકોને બોટ દ્વારા રેસ્‍કયુ કરી સહીસલામત રીતે બહાર કાઢી સલામત સ્‍થળે ખસેડયા હતા.

Related posts

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

Leave a Comment