October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કરેલું સન્‍માન-પૂજન 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સેલવાસ ખાતે આવેલ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે બુધવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉત્‍સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના પ્રિન્‍સિપાલ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ, લાયન્‍સના પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. અંગ્રેજી શાળા એ.એન. શ્રીધર, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખ, હવેલી લીગલ ઈન્‍સ્‍ટીટ્‍યૂટના વાઈસ પ્રિન્‍સિપાલ શિલ્‍પા તિવારીએ સંયુક્‍તપણે દીપ પ્રાગટ્‍ય કર્યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષકોને શુભેચ્‍છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ આકર્ષક પરફોર્મન્‍સ આપ્‍યું હતું.
વક્‍તાઓએ ગુરુ-શિષ્‍યપરંપરાની યાદ અપાવી હતી. કાર્યક્રમને સંબોધતા લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે પૌરાણિક કાળથી શિષ્‍ય પોતાનાગુરુની પૂજા કરે છે. તે ગુરુ-શિષ્‍ય પરંપરાનો અલૌકિક ઉત્‍સવ છે. જેમ પૂનમના સમયે ચંદ્ર તેની સંપૂર્ણ આભામાં હોય છે. તેવી જ રીતે પૂર્ણિમાના સમયે સદ્‌ગુરુ પોતાના સંપૂર્ણ તેજ અને શક્‍તિઓ સાથે પ્રગટ રહે છે. કાર્યક્રમમાં ડો. સીમા પિલ્લઈએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

કરમબેલા વલવાડા સ્‍ટેશનથી કિરાના સ્‍ટોર્સમાંથી અનાજ અનેલોટની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

Leave a Comment