September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

મરવડ મંડળના ભાજપના ચૂંટણી પ્રભારી અને પ્રદેશ ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દલવાડા ખાતે યોજાયો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારઃ નરેન્‍દ્રભાઈ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકોએ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે મરવડ મંડળમાં દલવાડા ખાતે પોતાનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.
મરવડ ભાજપ મંડળના અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં શ્રી લાલુભાઈ પટેલે ડોર ટુ ડોર પ્રચાર કરી 2024ની ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે આહ્‌વાન કર્યું હતું. દલવાડા ગામના લોકોએ ખુબ જ ઉત્‍સાહ અને ભાવ સાથે શ્રી લાલુભાઈ પટેલનું પોતાના ઘરે સન્‍માન કર્યું હતું અને 2024માં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે મત આપવાનો સંકલ્‍પ પણ વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે મરવડ મંડળના ચૂંટણી પ્રભારી અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ રમણભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

પારડી પોલીસે મોતીવાડાથી રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઝડપી

vartmanpravah

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment