(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી મુક્ત થઈ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન જીવી શકે તેવા ઉદેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘‘મધુમેહ મુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ થનાર છે, જેના ભાગરૂપે તા.14 નવેમ્બરથી તા.28 નવેમ્બર સુધી વલસાડના તિથલ ખાતે સોલ્ટીરિસોર્ટની સામે ગ્રામ પંચાયતના પાર્કિંગમાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકો જ જોડાઈ શકશે.
શિબિરમાં ભાગ લેવા પૂર્વે લોકોનું ડાયાબિટીસ પરીક્ષણ કરાશે. ત્યારબાદ નિષ્ણાત તબીબો દ્વારા નિદાન બાદ યોગ, પ્રાકળતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન કરાશે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવાની રહેશે. ત્યારબાદ રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી અભ્યાસ માટે જોડાવાનું રહેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતીબેન પાંડેનો મો.નં. 8160261202 અથવા જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવનો મો.નં. 9998213149નો સંપર્ક કરી વોટ્સઅપ પર મેસેજમાં નામ, મોબાઈલ નંબર, શહેર અને બીમારીનું નામ લખી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.