October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત
ભાજપના હોદ્દેદારો-સરપંચો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: લોકસભાની ચૂંટણીનું ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી ચૂંટણી વચ્‍ચે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો ગામેગામ અને શહેરો ખુંદી રહ્યા છે તે અંતર્ગત વલસાડ જિલ્લા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પણ જિલ્લા ભરના શહેરો અને ગામડાઓણાં ચૂંટણી પ્રચાર માટે જોતરાઈ ચૂક્‍યા છે. ગઈકાલે ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ દ્વારા વાપી નજીકનાવટાર, મોરાઈ, નામધા જેવા ગામોમાં ધુંઆધાર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્‍યો હતો.
ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાી, પારડી વિધાનસભા સંયોજક સુરેશભાઈ પટેલ, પારડી શહેર પ્રમુખ રાજેશભાઈ, તાલુકા મહામંત્રી અલ્‍પેશભાઈ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામના સરપંચો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. વાપી આસપાસના વટાર, મોરાઈ, નામધા સહિતના વિવિધ ગામોમાં ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર કરીને મતદારોને મત આપવાની જાહેર અપીલ કરી હતી.

Related posts

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્‍વોલિટી (એક્‍યુઆઈ) 222 પહોંચ્‍યો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment