January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

ચોર ખાનામાંથી દારૂ મળી આવતા ખેપિયાની ધરપકડ કરી કુલ્લે રૂા.7.82 લાખનો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમની પારડી પોલીસ હદ વિસ્‍તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન મહારાષ્‍ટ્રથી એક પીઅપ ટેમ્‍પો નંબર GJ-05-BZ-7101માં દારૂનો જથ્‍થો ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા તેઓએ મોતીવાડા ત્રણ રસ્‍તા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બંધ બોડીનો પીકઅપ ટેમ્‍પો આવતા અટકાવ્‍યો હતો અને તલાશી લેવામાં આવતા ટેમ્‍પો એક નજરે ખાલી મળી આવ્‍યો હતો પરંતુ ચોક્કસ પણે આ ટેમ્‍પોમાં દારૂ હેરાફેરી થતી હોવાની બાતમી હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરતાં ટેમ્‍પાના કેબિનના પાછળના ભાગે ચોર ખાના મળી આવ્‍યા હતા. જેનું પતરું ખસેડીને જોતાં વિવિધ બ્રાન્‍ડની દારૂની બોટલ નંગ 1176 જેની કિંમત રૂા.2,82,000 નો જથ્‍થો મળી આવતા ચાલક શબ્‍બીર શિરાજ અહેમદ શેખ રહે.સુરત તિરુપતિ અક્ષા નગર ઉન પાટિયાની ધરપકડ કરી છે અને રૂા.2,82,000 દારૂ અને ટેમ્‍પોની કિંમત રૂા.5,00,000/- મળી કુલ રૂા.7,82,500નો મુદ્દામાલ કબ્‍જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને આ દારૂનો જથ્‍થો મંગાવનાર સુરત પાંડેસરાના સંદીપ શર્માને અને દારૂ ભરાવી આપનાર અજાણ્‍યો ઈસમને વોન્‍ટેડ જાહેર કર્યો છે.
—-

Related posts

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

Leave a Comment