Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપી

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

પટલારાથી પાતલિયા, મગરવાડાથી મરવડ, દમણવાડાથી દાભેલ, પરિયારીથી પૂર્ણ દમણપાણી પાણી
જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાના નેતૃત્‍વમાં સંપૂર્ણ તંત્ર સાબદું રહ્યું: ગટર વ્‍યવસ્‍થાની ઉજાગર થયેલી ખામી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા વાપી સહિત વલસાડ જિલ્લામાં મંગળવારની મધરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આજે બુધવારે પણ સતત ચાલુ રહ્યો હતો. ભારે વરસેલા વરસાદમાં દમણમાં પટલારાથી પાતલિયા, મગરવાડાથી મરવડ, દમણવાડાથી દાભેલ, પરિયારીથી પૂર્ણ દમણ પાણી પાણી થયું હતું. સમગ્ર દમણ જળમગ્ન થયું હતું અને અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર હોવાનું નજરે પડયું હતું.
છેલ્લા 24 કલાક દરમ્‍યાન દમણમાં 234.8 એમએમ એટલે કે 9.24 ઈંચ અને દીવમાં 43.2 એમએમ એટલે કે 1.66 ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્‍યો સર્જાયા હતા. નાની અને મોટી દમણના અનેક નીચાણવાળા તથા શહેરી વિસ્‍તારમાં સોસાયટીઓ, બંગલાઓ તથા નાના-મોટા ઘરોમાં અને નાના-મોટા ધંધા-રોજગાર ચલાવતા દુકાનદારોની દુકાનોમાં પાણી ભરાયા હતા જેના પગલે લોકોએ પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવા પડયો હતો.
મંગળ અને બુધવારે સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ વરસ્‍યો હતો. વરસાદી પાણી શહેર અને ગ્રામ્‍ય તથા ઔદ્યોગિકવિસ્‍તારોમાં ફરી વળ્‍યાં હતાં. વરસાદી પાણી ભરાવાને કારણે દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાના નેતૃત્‍વમાં સંપૂર્ણ તંત્ર સાબદું રહ્યું હતું. ડેપ્‍યુટી કલેક્‍ટર સહિત મોહિત મિશ્રા, નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની ટીમ પણ પરિસ્‍થિતિનો તાગ મેળવતા જોવા મળ્‍યા હતા. તેઓએ જ્‍યાં જ્‍યાં જલભરાવની સ્‍થિતિ હતી ત્‍યાં ત્‍યાં પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાની કોશિષ કરી હતી. દરમિયાન ભારે વરસાદમાં ગટર વ્‍યવસ્‍થાની ખામી પણ ઉજાગર થવા પામી હતી.
મંગળવારની રાત્રિથી શરૂ થયેલા અને બુધવાર સુધીમાં છેલ્લા 24 કલાકથી દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બુધવારની વહેલી સવારથી જાણે આકાશમાં મેઘ તાંડવ થયું હોય એમ મોડી સાંજ સુધી દમણમાં સાંબેલાધાર વરસાદ વરસ્‍યો હતો. અતિભારે ખાબકેલા વરસાદને પગલે વહેલી સવારે દમણના ડાભેલ ચેકપોસ્‍ટ, ડાભેલ પંચાયત ઘર, દમણ-વાપી મેઈન રોડ ડેલ્‍ટીન, મોટી દમણ ફોર્ટ એરિયા, કલારિયા, મોટી દમણ માર્કેટ વિસ્‍તાર, કચીગામ પંચાયત કોળીવાડ, એરપોર્ટ રોડ, દેવકા રોડ, કોલેજ રોડ, ડાભેલ, ભીમપોર ઔદ્યોગિક વિસ્‍તાર, નાની દમણ ધોબી તળાવ વિસ્‍તાર, પોસ્‍ટ ઓફિસ રોડ, ઝાંપાબાર રોડ, ખારીવાડ, સુપ્રિમ સહિત આસપાસનાવિસ્‍તારના રસ્‍તા પર પાણી ફરી વળ્‍યા હતા.
દમણના મોટાભાગના મુખ્‍ય માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્‍તારમાં જ્‍યાં જોઈએ ત્‍યાં ફક્‍ત પાણી પાણીના જ દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. રસ્‍તા પર જ નહીં પણ નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોના ઘરો તથા નાના-મોટા ધંધા રોજગાર કરતા દુકાનદારોની દુકાનોમાં અને ચાલીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોએ ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. ઘરમાં ફરી વળેલા પાણીને કારણે લોકો જેટલી પણ ઘરવખરીનો સામાન બચાવી શકાય એટલી વસ્‍તુઓને બચાવવાનો પ્રયત્‍ન કરતા જોવા મળ્‍યા હતા.
કેટલાક મુખ્‍ય રસ્‍તાઓ ઉપર પણ ફરી વળેલા પાણીને પગલે વાહનચાલકો તથા રાહદારીઓની સાથે પશુઓને પણ મુશ્‍કેલીઓનો સામનો કરવા પડયો હતો. જેમાં મોટી દમણમાં બોરિયા તળાવ વિસ્‍તારમાં બે ભેંસો પાણીના જમાવડા વચ્‍ચે ફસાઈ ગઈ હતી. નાની દમણની જેમ મોટી દમણના પટલારા ગામની ખાડી પણ ઓવર ફલો થતાં ખાડીના પાણી ગામના રસ્‍તા પર ફરી વળતા અહીં પણ લોકો એ પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવા પડયો હતો. અચાનક આવેલા સાંબેલાધાર વરસાદથી દમણનું સામાન્‍ય જનજીવન અસ્‍ત વ્‍યસ્‍ત થયું હતું. વરસાદી પાણી વિવિધ વિસ્‍તારોમાં પ્રસરતાં દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિતનગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને તેમની ટીમ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમે વિવિધ વિસ્‍તારોમાં જઈને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દમણમાં 24 કલાક દરમ્‍યાન 234.8 એમ.એમ. (9.24 ઈંચ ) જેટલો વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે સિઝનનો કુલ 48.05 ઈંચ વરસાદ વરસી ચુક્‍યો છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્‍યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્‍યો

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

Leave a Comment