પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ પટેલ આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા હતા ત્યારે મોત ભેટી ગયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતા નવસારી જેલમાં લઈ જવા નિકળેલા પોલીસ કોન્સ્ટેબલને ડુંગરી નજીક હાઈવે ઉપર હૃદયરોગનો હુમલો થતા મોત નિપજ્યુ હતું. ઘટના બાદ પોલીસ બેડામાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિમલભાઈ જયંતિભાઈ પટેલ ગતરોજ રિમાન્ડ પુરા થયેલ આરોપીઓ નવસારી જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવા નિકળ્યા હતા. હાઈવે ડુંગરી નજીક તેમને હૃદયમાંદુઃખાવો ઉપડયો હતો. વાન ઉભી રાખી મેડીકલ સ્ટોર્સમાંથી દવા લીધા બાદ સારુ લાગતા તેઓ આગળ જવા નિકળ્યા હતા. પરંતુ હૃદયરોગનો હુમલો વધુ આવતા તેઓ ઢળી પડયા હતા. સાથે રહેલ સ્ટાફએ ડુંગરીની વૈદ્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. પરંતુ ત્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાજલબેન રામપરાએ ડુંગરી પો.સ્ટે.માં એ.ડી. નોંધાવી હતી.