(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: ઈતિહાસમાં પહેલી વાર દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્યક્ષ શ્રી ગુલાબ રોહિતે કરી ઉજવણી કરી તેને વધાવી હતી.
દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌપ્રથમ વાર અનુસૂચિત જાતિનાં મહિલાની નિમણૂક કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચાનાં ઉપાધ્યક્ષ શ્રી ગુલાબ રોહિતે નિર્ણયને વધાવ્યો છે અને શ્રીમતી હેમલતાબેન સોલંકીની વરણી કરવા બાબતે શ્રી નિલેશભાઈ, શ્રી નિમેશ રાઠોડ, શ્રીમતી નમિતા માર્ગે, શ્રી રજનીકાંત દમણિયા સહિતનાં કાર્યકરો સાથે નરોલી રોહિત ફળિયા, માહ્યાવંશીફળિયા, કુંભારવાડી માહ્યાવંશી ફળિયામાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. આ પ્રસંગે શ્રી ગુલાબ રોહિતે જણાવ્યું હતું કે, શ્રીમતી હેમલતાબેન સોલંકી દીવ નગરપાલિકા જ નહીં આખા દમણ-દાનહનાં પણ નગરપાલિકા પ્રથમ અનુસૂચિત જાતિનાં મહિલા પ્રમુખ બનવાનું બહુમાન ધરાવે છે. તેથી અમે લોકો ગૌરવ અનુભવી શ્રીમતી હેમલતાબેન સોલંકીને અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકર, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર તથા ભાજપના પદાધિકારીઓ તથા તમામ કાર્યકરો અને સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.