October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જીલ્લામાં અતિવૃષ્ટિના લીધે આવેલા પૂરમાં નવસારી જિલ્લાના ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સયુંકત પશુપાલન નિયામકશ્રી, ગાંધીનગર અને વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન ખાતાની ૧૫ ટીમો ના ૯૭ અધિકારી/કર્મચારીઓ દ્વારા ૧૦૯ ગામોમાં પશુમરણ સર્વે તેમજ જરૂરી પશુસારવાર અને પશુમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં સર્વે દરમ્યાન નવસારી પાંજરાપોળ ખાતે ૬૫ અને ગણદેવી તાલુકાના જુદા જુદા ગામોમાં કુલ ૧૩ પશુ અને ૧૫૦૩૫ મરઘાઓનું મરણ નોંધાયેલ છે .જેઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી સાથોસાથ અત્યાર સુધી અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં જિલ્લાના પશુદવાખાના દ્વારા તાત્કાલિક પશુસારવાર આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
વધુમાં જરૂરિયાતમંદ ગામોમાં આગામી દિવસોમાં પશુસારવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આજદિન સુધી નવસારી, જલાલપોર, ખેરગામ અને વાંસદા તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Related posts

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment