November 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ વસાહત કંપનીમાં ચોરી : 40 કીલોની ડિજિટલ તિજોરી ઉપાડી ગયા

સુપર ઈન્‍સુલેશન એન્‍ડએલ્‍યુમિનિયમ કંપનીમાં મળસ્‍કે તસ્‍કરો ત્રાટક્‍યા : રોકડા સહિત લાખોની મત્તા ચોરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નેશનલ હાઈવે ઉપર આવેલ વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં આજે મંગળવારે મળસ્‍કે એક કંપનીમાં તાળા વાળુ શટર તોડી તસ્‍કરો કંપનીમાંથી ડિઝીટલ તિજોરી સહિત લાખોની માલમત્તા રોકડાની ચોરી થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલ વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક એન્‍ડ માર્કેટમાં કાર્યરત, સુપર ઈન્‍સ્‍યુલેશન એન્‍ડ એલ્‍યુમિનિયમ નામની કંપનીમાં આજે મંગળવારે મળસ્‍કે તસ્‍કરોએ કંપનીને ટારગેટ કરી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપની સંચાલક મોહંમદ દલવલા સવારે કંપની ઉપર આવ્‍યા તો શટર તૂટેલું જોતા ચોરી થયાનું માલુમ પડયું હતું. કંપની ખોલી તપાસ કરી તો 40 કીલો ઉપરાંતની વજન ધરાવતી ડિઝિટલ તિજોરી જ આખી ગાયબ હતી. તિજોરીમાં રોકડા રૂા.1.12 લાખ રાખેલા હતા તથા ઓફીસ ટેબલ ફર્નિચર વેરવિખેર હતા. જેમાં આર.સી.બુક અને ઓફીસ પેપર ગાયબ હતા. ઘટના અંગે વાપી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્‍થલે પહોંચી હતી. કંપની સંચાલકે જણાવ્‍યું હતું કે, ઘટના સી.સી.ટી.વી.માં કેદ છે. કોઈ પૂર્વ કર્મચારી નોકરી કરેલ હોય તે સંકળાયેલ હોવાની આશંકા વ્‍યક્‍ત કરી હતી. બીજુ તિજોરી ડિઝીટલહોવાથી ભંગારવાળા પાસે તિજોરી કપાવી પડશે બાકી સીધી ચોરો ખોલી નહી શકે.

Related posts

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

Leave a Comment