Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દમણ જિલ્લામાં શિક્ષણ વિભાગદ્વારા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી પોષણ અંતર્ગત પ્રાથમિક તથા ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત તમામ રસોઈયા, મદદનીશ બહેનોને બાળકોમાં પોષણ અને આરોગ્‍ય સંબંધિત વિષય પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી મૈત્રીબેન પટેલ, દમણ જિલ્લા પંચાયત મદદનીશ શિક્ષણ નિર્દેશક શ્રી અરવિંદભાઈ પટેલ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી, પ્રધાનમંત્રી પોષણ યોજના સુપરવાઈઝર શ્રી ચીમનભાઈ પટેલ, શિક્ષકો તથા અન્‍ય અતિથિઓ ઉપસ્‍થિત રહી તાલીમ શિબિરની ગરીમા વધારી હતી.
આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત કતા દમણ જિલ્લા પંચાયતના મદદનીશ શિક્ષણ નિર્દેશક શ્રી અરવિંદભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્‍તવ્‍યમાં આમંત્રિત તમામ મહાનુભાવોનું સ્‍વાગત કર્યું હતું અને પ્રધાનમંત્રી પોષણ કાર્યક્રમની મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી મૈત્રીબેન પટેલે ઉપસ્‍થિત તમામ રસોઈયા, મદદનીશ બહેનોને પુરી નિષ્‍ઠાથી આ યજ્ઞમાં સેવા કાર્ય કરવાનું આહ્‌વાન કર્યું હતું.
આ અવસરે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલે તેમના વિચાર પ્રગટ કરતા પી.એમ.પોષણ યોજનાનો ઉદ્દેશ્‍યનીજાણકારી અને કુપોષણ દૂર કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ‘‘સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈના કુશળ માર્ગદર્શનમાં દમણ જિલ્લાની તમામ બાલવાટિકા તથા પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં ભણતા લગભગ 17 હજાર બાળકોને તાજું, ગરમ, ઉચ્‍ચ ગુણવત્તા અને પૌષ્‍ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે. પ્રકળતિ અને બાગકામનો અનુભવ આપવા માટે દમણ જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં પોષણના બગીચા તૈયાર કરવામાં આવ્‍યા છે. જેમાં બાળકો પોતે શાકભાજીના છોડ રોપીને તેની સારસંભાળ કરે છે. ભારત સરકારની પહેલ અને પ્રયાસો બાદ સંયુક્‍ત રાષ્‍ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્‍ટ્રીય બાજરા વર્ષ(મિલેટ્‍સ યર) જાહેર કરેલ છે અને આજે પુરી દુનિયા આંતરરાષ્‍ટ્રીય મિલેટ્‍સ યર મનાવી રહી છે.
અત્રે આયોજીત તાલીમ શિબિરમાં શિક્ષક ડૉ. ફોરમબેન પટેલે સ્‍વચ્‍છતા, આરોગ્‍ય તથા ભોજન કરતા સમયે હાથ-પગ અન મોં ધોવાનું મહત્ત્વ, ડૉ. અમીષાબેન કોન્‍ટ્રાક્‍ટરે બાળકો અને મહિલાઓમાં પોષણ અને આરોગ્‍ય વ્‍યવસ્‍થાપક અને ફૂડ સેફટી ઓફિસર શ્રી દીપકભાઈ પેમાએ સ્‍વસ્‍થ અને પૌષ્‍ટિક ભોજન વિષય પર બહુમૂલ્‍ય જાણકારી આપી હતી તથા તમામ રસોઈયા, મદદનીશ બહેનોને માર્ગદર્શન આપ્‍યું હતું. આ અવસરે દમણ અગ્નિશમન દળ વિભાગદ્વારા આગ લાગવાની દુર્ઘટનાના સમયે બચાવ, સાવધાની તથા આગ પર નિયંત્રણ મેળવવા માટે અગ્નિશામક સાધનોનો ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, પી.એમ. પોષણ યોજના, ભારત સરકારની એક યોજના છે જેના અંતર્ગત સમગ્ર દેશની પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક ભોજન આપવામાં આવે છે. બાળકોની નોંધણી, જાળવણી અને હાજરી તેમજ પોષણની સ્‍થિતિ વધારવાના ઉદ્દેશ્‍યથી આ યોજનાનો લાભ દમણ જિલ્લાની 16 બાલ વાટિકાના 640 બાળકોને તથા 32 સરકારી અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળાના 16,657 વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ તાલીમ શિબિરનું આયોજન દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં 182 રસોઈયા, મદદનીશ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જ્‍યારે તાલીમ શિબિરનું સંપૂર્ણ સંચાલન શ્રી લવકુશ શર્માએ કર્યું હતું.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

Leave a Comment