સુરત ઉત્તરાણ પો.સ્ટે.થી ફોન આવતા મામલો પ્રકાશમાં આવ્યો : 2.39 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ મણીરત્ન હાઉસમાં રાજકોટના ગ્રાહકે 1 ડિસેમ્બરના રોજ સોનું ખરીદેલું તેની સામે ગ્રાહકે સોનુ આપેલ જે ઓછા કેરેટનું નિકળતા જ્વેલર્સે રૂા.2.39 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણના છ આરોપી ટોળકી ઝડપાઈ છે.
રાજકોટના ગ્રાહકે 2 સોનાની ચેઈન અને પેન્ડલ ખરીદેલું. તા.1 ડિસેમ્બરે આવેલ ગ્રાહકે 42 ગ્રામ 760 સોનું ખરીદ્યું હતું. તેની સામે ગ્રાહકે આપેલ સોનું ઓછા કેરેટનું નિકળતા જ્વેલર્સે રૂા.2.39 લાખની ફરિયાદ નોંધાવીહતી. ત્યારબાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી ફોન આવતા મામલાનો પર્દાફાશ થયો હતો. ટ્રાન્સફર વોરન્ટથી 6 આરોપીઓને વલસાડ લવાયા હતા. આખી છેતરપીંડીની ઘટનાનો પર્દાફાશ થયો હતો.