October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

આ કંપની જી.પી.સી.બી.ના રડાર પર હતી તો ચેકીંગ કેમ નહી થયું?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં કાર્યરત ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સમાં સોલીડ વેસ્‍ટ છુપાયેલાની ઘટના ઉજાગર થઈ છે. જેમાં બન્‍યું એવું હતું કે, કંપની દિવાલ અગાઉ તૂટી પડેલી જેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા કંપનીમાં સ્‍ટોક કરાયેલ સોલીડ વેસ્‍ટ બહાર ધસી આવ્‍યો હતો તેવું જોનારા વર્ણવી રહ્યા છે.
ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ ગારમેન્‍ટ પ્રોડક્‍ટની કામગીરીમાં સંકળાયેલી છે. તેથી કંપનીમાં પર્યાવરણના નિયમોની જાળવણી કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ કંપની ઉપર અગાઉ પણ જી.પી.સી.બી.ની તવાઈ ઉતરી ચુકેલી હતી. હાલમાં કંપની ફરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે કંપનીની દિવાલ ધસી પડયા બાદ વેસ્‍ટ બહાર ડોકાયો? જો કે આ તપાસનો વિષય છે.સામાન્‍ય રીતે સોલીડ વેસ્‍ટ અને એફયુએન્‍ટ નિયમો મુજબ સી.ઈ.ટી.પી.માં મોકલવું જરૂરી છે અને સોલીડ વેસ્‍ટ સોલીડ વેસ્‍ટની સાઈટ પર મોકલવા નિયમો છે. તેથી ધસી પડેલ દિવાલ બાદ કંપની સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે. તેથી જી.પી.સી.બી. પર્યાપ્ત તપાસ તાકીદે હાથ ધરવાની જરૂરીયાત ઉભી થઈ છે.

Related posts

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

vartmanpravah

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment