ગુજરાતભરમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલા વિરૂધ્ધ
રાજપૂતો આંદોલન ચલાવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં વિવાદો અને વિખવાદોના દોર શરૂ થઈ ચૂક્યા છે. તેમાં ખાસ કરીને રાજકોટથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલા પુરુષોત્તમ રૂપાલા વિરૂધ્ધ ગુજરાતભરના રાજપૂતો આંદોલન કરી રહ્યા છે. એક ચૂંટણી સભામાં રૂપાલાએ બહેનો માટે કરેલી ટીકા ખાસ કરીને રાજપૂત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત થયા છે.
ગુજરાતભરનોરાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા મેદાને પડયો છે. જેના પ્રત્યાઘાત વાપી-વલસાડ રાષ્ટ્રીય રાજપૂત કરણી સમાજમાં પડયા છે. કરણી સેનાના આગેવાન ગોવિંદ રાઠોડ, વલસાડ જિલ્લા પ્રમુખ મહેશ રાજપૂત, વાપી તાલુકા પ્રમુખ રાકેશસિંહ તોમર, પ્રમોદસિંહ, રાજેશસિંહ રાજપૂત વગેરેએ વલસાડ કલેક્ટર કચેરીમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું.