October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

ચૂંટણી જાહેર કરવામાં ઓ.બી.સી. બેઠકોના કોકડાનું ગ્રહણ નડી રહ્યું છે : ત્રણેય પાલિકાઓની મુદત 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થઈ ગઈ છે. તેથી પાલિકાઓના વહિવટનું સુકાન વહિવટદારો પાસે રહેશે. બીજી તરફ નવિન ચૂંટણી જાહેરાતના ઈંતજાર સાથે રાજકીય તખ્‍તામાં થનગનાટ શરૂ થઈ ગયો છ.
વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મુદત ગત તા.25 ફેબ્રુઆરી 2023માં પુરી થઈ ચુકી છે. તેથી ત્રણેય પાલિકાઓનું સુકાન વહિવટદારોના હાથમાં સરકી ગયું છે. નવિન ચૂંટણીની જાહેરાત પણ હાલ પુરતી અટવાઈ છે કારણ કે રાજકોશ ગીર સોમનાથ, બનાસકાંઠા જિલ્લાની કેટલીક પાલિકાઓની મુદત પણ પૂર્ણ થયેલી છે પરંતુ તમામ પાલિકાની નવિન ચૂંટણીમાં ઓ.બી.સી. બેઠકો લાગું કરવાની છે અને આ માટે જસ્‍ટીસ કે.આર. ઝવેરી પંચ (આયોગ)નો આ બેઠકો માટેનો રિપોર્ટ જાહેર થયો નથી તેની અસર વલસાડ જિલ્લાની ત્રણ પાલિકાઓને પણ છે. સંભવતઃ આયોગનો રિપોર્ટ આગામી 12માર્ચ 2023 સુધી આવી શકે એમ છે. ત્‍યાર બાદ પાલિકા ચૂંટણીઓ અંગેનું જાહેરનામું બહાર પડશે. એટલીસ્‍ટ ચૂંટણી નક્કી છે એટલે રાજકીય પાર્ટીઓમાં હિલચાલ શરૂ થઈ ગઈ છે. રિપિટ કે નો રિપિટ કઈ ફોમ્‍યુલા જાહેર થશે તેથી મથામણ પણ ચૂંટણી લડનારા પણ હાલ કરી રહ્યા છે. પુરી થયેલી મુદત સુધી ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન હતું હવે ફરી નવી ચૂંટણી જંગના મંડાણ થશે.

Related posts

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દિવાળી તહેવારના દિવસો દરમિયાન ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 946 કેસોનું કરેલું વહન

vartmanpravah

Leave a Comment