October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. કપરાડામાં ૩૭૭ મી.મી. અને ધરમપુરમાં ૩૪૦ મી.મી. વરસાદ થયો હતો. જેને કારણે વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય એ પહેલા જ જિલ્લા વહીવટી તંત્રએ આગમચેતી પગલા રૂપે એનડીઆરએફની ૨ ટીમે રાત્રિ દરમિયાન જ ૫૫૦ થી ૬૦૦ જેટલા લોકોનું સ્થળાંતર રામલલ્લા મંદિર અને પારડી શાળામાં આશ્રયસ્થાનોમાં કર્યું હતુ. સેગવી ગામમાંથી એનડીઆરએફએ ૭ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. પારડી તાલુકાના સોનવાડા ગામનો સંપર્ક કપાતા એમને રહેવાની અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે.
તેમજ આજરોજ પણ નદીમાં પાણીની સપાટી વધતાં આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને ભોજન અને બીજી જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમુક ગામોમાં ઊંચાણવાળા સ્થળો પર આશ્રય લીધેલા લોકોને પણ ભોજનની પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિથી ફિલ્ડમાં ફરજ બજાવી રહ્યા છે. જો જરૂરિયાત પડે તો એમને ફરી થી જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાની તૈયારી વહીવટીતંત્રએ કરી લીધી હોવાનું જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. કોઈ પણ મુશ્કેલીમાં મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી સંપર્ક નંબર – ૨૪૩૨૩૮ અને કલેકટરશ્રીના ટ્વીટર – @collectervalsad અને ડીડીઓશ્રીના ટ્વીટર @DdoValsad પર સંપર્ક કરી મદદ મેળવી શકાશે.

Related posts

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment