Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના આદરણીય મહામહિમ રાષ્‍ટ્રપતિજી અંગે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ અશોભનીય શબ્‍દોના પ્રયોગના વિરોધમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ ધરમપુર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું.
આજરોજવલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી તેમજ ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના મહામહિમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી વિષે અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. જેના વિરોધમાં ધરમપુરના મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું હતું, આ તબક્કે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રણવભાઈ શિંદે, જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી નવીનભાઈ ભોયા સહિત ભાજપના સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્‍યો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment