(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31
દમણના કચીગામ ખાતે આજે ડો. રાજેશ વાડીકરના ધ ગ્લો બ્યુટી એન્ડ કોસ્મેટિક સેન્ટરનું ઉદ્ઘાટન ભાજપના આગેવાન મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલ અને ભાજપના યુવા નેતા શ્રી ગૌરાંગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
દમણના કચીગામ ખાતે ધ ગ્લો બ્યુટી એન્ડ કોસ્મેટિક સેન્ટરના આરંભથી આજુબાજુ વિસ્તારના લોકોની ચામડીની સમસ્યા તથા ચહેરાને ચમક આપવા માટેની જરૂરી સુવિધાઓ હવે ઘર આંગણે મળતી થશે. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં શુભેચ્છકોએ હાજરી આપી હતી.