October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

લાયન્‍સ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ સલોની મહેતા પંચાલે રૂા. 2 લાખનો ચેક ડોનેટ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા અવિરત મોતિયાબિંદ નિઃશુલ્‍ક ઓપરેશન પ્રોજેક્‍ટ ઘણા લાંબા સમયથી કાર્યરત છે. ખાસ કરીને અંતરિયાળ આદિવાસી ધરમપુર-વાંસદા વિસ્‍તારમાં જરૂરીયાતમંદ લોકોના નિઃશુલ્‍ક મોતિયાબિંદ ઓપરેશન ક્‍લબ દ્વારા કરવામાં આવે છે તેવો વધુ એક કેમ્‍પ રવિવારે વાંસદા આઈ કેમ્‍પ વાંસદા આઈ હોસ્‍પિટલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં 41 જરૂરીયાતમંદ આંખના દર્દીઓને નિઃશુલ્‍ક મોતિયાનું ઓપરેશન કરાયા હતા.
વાંસદા આઈ હોસ્‍પિટલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ એવરેજ એક, દોઢ મહિનામાં આઈ કેમ્‍પનું આયોજન ક્‍લબ દ્વારા કરવામાં આવે છે. ક્‍લબનો આ પ્રમુખ પ્રોજેક્‍ટ છે. પૂર્વ પ્રમુખ શૈલેષ મહેતા અને તેમના પત્‍ની સ્‍મિતા મહેતા અને ક્‍લબની ટીમ સક્રિયપણે આઈ કેમ્‍પ અવિરત ચલાવી રહે છે. રવિવારે વાંસદા આઈ હોસ્‍પિટલમાં યોજાયેલ આઈ કેમ્‍પમાં લાયન્‍સ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ સલોનીબેનમહેતા-પંચાલએ 2 લાખનો ચેક સમાજ સેવા માટે ડોનેટ કર્યો હતો. આ પ્રસંગે ઉમેશ સંઘવી, ઝંખના પંચાલ વિગેરે ઉપસ્‍થિત રહી સહયોગી બન્‍યા હતા.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment