35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો :
સ્ટેયરીંગ અટકી જતા અકસ્માત સર્જાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ પાસે આજે મંગળવારે સવારે ખાનગી કંપનીની બસનો અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 35 જેટલા કામદારો બાલ બાલ બચી ગયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ખાનગી કંપનીની બસ નં.જીજે 05 ઝેડ 0082 રાબેતામુજબ સવારે કામદારોને બેસાડીને કંપની તરફ જઈ રહી હતી ત્યારે વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે બસનું સ્ટેયરીંગ જામ થતા અટકી જતા ચાલકે બસ ઉપર કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે ભટકાઈ લટકી પડી હતી. બસમાં બેઠેલા 35 જેટલા કામદારો ભયભીત બની બુમાબુમ શરૂ કરી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ જતા તમામ કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું. અકસ્માતમાં કામદારો બાલબાલ બચી ગયા હતા. રેલીંગમાં બસ અટકી નહોત તો પલટી મારી જતા મોટો ગંભીર અકસ્માત સર્જાયો હોત પરંતુ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં અન્ય કોઈ જાનહાની થવા પામી નહોતી.