October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્‍યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય કનુભાઈ દેસાઈ નાણા મંત્રીશ્રી ગુજરાત સરકાર તથા નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન, ઉપપ્રમુખ અભય શાહ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકા કારોબારી પ્રમુખ મિતેશ દેસાઈ, આર.કે. દેસાઈ કોલેજના ટ્રસ્‍ટી મિલન દેસાઈ તથા અન્‍ય મહાનુભવોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ છે. તે વખતે વાપી શહેરના અગ્રણી રાજુભાઈ હબીબભાઈ ચામડીયા, શ્રીમતી રજીયાબેન રાજુભાઈ ચામડીયા તથા મેઘના જ્‍વેલર્સ એમના તરફથી શુધ્‍ધ ઘીની બુંદી તથા ગાઠીયાનું વિતરણ આખી શાળામાં ભણતી તમામ બાળાઓને કરવામાં આવેલ છે સાથે પ્રદીપભાઈ શાહનો પણ ઘણો સાથ સહકાર રહ્યો હતો. તે માટે શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે આભાર માન્‍યો હતો. રાજુભાઈ હબીબભાઈ ચામડિયા આવા સેવાના કાર્યો કરતા જ રહે છે. આવી જ રીતે સેવા કરતા રહે એવી લોકોએ આશા વ્‍યક્‍ત કરી છે.

Related posts

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

જિલ્લા આગેવાન-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળી વલસાડ જિલ્લાની ખાનગી શાળામાં એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની શિક્ષણાધિકારીને કરાયેલી રાવ

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment