Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

  • ગુજરાતમાં વીજવપરાશ ૧૭૦૦ મેગાવોટ હતો જે વધીને ૨૨૦૦ મેગાવોટ થયો છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • અંદાજે રૂ.૩૧.૫ કરોડના ખર્ચે બનનારા સબસ્ટેશનથી ૩૭૩૨ વીજગ્રાહકોને લાભ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) સંચાલિત અંદાજિત રૂ.૩૧.૫ ખર્ચે બનનારા ૬૬ કે.વી. વટાર સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું.

સબસ્ટેશનના ભૂમિપૂજન વેળાએ મંત્રીશ્રી કનુભાઇએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની તાજેતરની વીજ કટોકટીના સમયે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે,  દરેક વ્યક્તિને સરખી વિજળી મળી રહે એ માટે આ સબસ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આવતા ચોમાસા સુધી આ સબસ્ટેશનને કાર્યરત  કરવાનો પ્રયત્ન રહેશે એવી ખાતરી આપું છું. પહેલા ગુજરાતમાં ૧૭૦૦ મેગાવોટ વીજવપરાશ થતો હતો જે હવે તે વધીને ૨૨૦૦ મેગાવોટ થયો છે જે ગુજરાતના ઔધોગિક, ખેતીવાડી અને જીવનધોરણમાં થયેલા સુધારાને દર્શાવે છે.

રાજ્ય સરકારની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ ૩૦ એ.વી.એમ.ની ક્ષમતા ધરાવતા આ સબસ્ટેશન માં ૧૧ કે.વી. જે.જી.વાય અને એ.જી.ના કુલ ૪ ફિડરો તરકપારડી, રોયલવિલેજ સોસાયટી, વટાર અને કુંતા ખાતે સ્થાપિત કરવામાં આવશે.  આ ૬૬ કે. વી. વટાર સબસ્ટેશનના પ્રસ્થાપનથી સબસ્ટેશનના ૮ કિલોમીટર વિસ્તારનાં વટાર, કુંતા, તરકપારડી, મોરાઈ તથા આજુબાજુના અનેક વિસ્તારોના ૩૩૮૭ રહેણાક, ૧૭૩ વાણિજ્ય, ૧૪ ઔધોગિક, ૪૧ વોટર વર્કસ, ૧૪ સ્ટ્રીટ લાઈટ, ૯૪ ખેતીવિષયક અને ૧૭ અન્ય મળી કુલ ૩૭૩૨ વિજગ્રાહકોને પૂરતા દબાણની વિજળીનો લાભ મળશે.

રૂ. ૧.૩૫ કરોડના સિવિલ વર્ક, રૂ. ૩.૧૫ કરોડના ઇલેક્ટ્રિક વર્ક અને વીજ  જોડાણ માટે રૂ. ૨૭ કરોડના લાઈન વર્ક માટેના અંદાજિત ખર્ચે સ્થાપિત થનારા આ  સબસ્ટેશનની મુખ્ય વિશેષતાઓ એ છે કે ફિડરોની ઓછી લંબાઈ ને કારણે ટી એન્ડ ડી લોસ ઓછો થશે, ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વિજળી આપી શકાશે તેમજ આ વિસ્તારોમાં નવા વીજ જોડાણો પણ આપી શકાશે.

આ કાર્યક્રમમાં જેટકોના કાર્યપાલક ઈજનેર પી.એમ. પટેલ, નાયબ ઈજનેર આર.આર. પટેલ, નાયબ ઈજનેર શ્રીપાઠક, નાયબ ઈજનેર જે. એમ. ચૌધરી, એક્સેક્યુટિવ ઈજનેર શ્રીમતી ચેતનાબેન શેઠ, વાપી તાલુકા સંગઠન મહામંત્રી જયેશભાઈ પટેલ, સરપંચ દિનેશભાઈ હળપતિ, ઉપ-સરપંચ ભૂમિકાબેન પટેલ, સામજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જેટકોના દીપકકુમાર પટેલે કર્યું હતું.

Related posts

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

vartmanpravah

Leave a Comment