Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

  • પ્રથમ 150 દોડવીરો હાથમાં તિરંગો લઈને દોડી દેશભક્તિના દર્શન કરાવશે

  • સ્વતંત્રતા પર્વે સવારે દોડવીરો ઘર આંગણે રાષ્ટ્રધ્વજ ફરકાવશે

  • એકતા દોડમાં એક રાષ્ટ્ર, એક ભાવના અને એક પરિચયનો મેસેજ અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થવા ગલી-મહોલ્લા અને ગામડાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તા. 14મી ઓગસ્ટે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા એકતા દોડનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેનાર પ્રથમ 150 દોડવીરોને રાષ્ટ્રધ્વજ અપાશે. જે તિરંગો બીજા દિવસે 15મી ઓગસ્ટે પોત પોતાના ઘરે ફરકાવવામાં આવશે.
વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તા.14 ઓગસ્ટે આયોજિત એકતા- દોડ (unity run)માં ભાગ લેવા માટે સવારે 6-00 કલાકે સર્કિટ હાઉસ ખાતે આવવાનું રહેશે. જ્યાં 6-15 સુધી રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે. 6-30 વાગે રાષ્ટ્રગીતના ગાન બાદ દોડનો પ્રારંભ કરાશે. 5 કિમીની દોડ સર્કિટ હાઉસથી પાલીહિલ સુધી અને ત્યાંથી પરત, 10 કિમીની દોડ સર્કિટ હાઉસથી સ્વામિનારાયણ મંદિર અને ત્યાંથી પરત જ્યારે 21 કિમીની દોડ સર્કિટ હાઉસથી સ્વામિનારાયણ મંદિર થઇ ફરી સેગવી ફાટકથી અટાર તળાવથી સિવિલ હોસ્પિટલનાં રસ્તે સર્કિટ હાઉસ પરત ફરશે. સવારે 8-00 થી 9-00 સુધી અલ્પાહાર કરાશે. એકતા દોડમાં ભાગ લેનાર પ્રથમ 150 દોડવીરોને રાષ્ટ્રધ્વજ અપાશે જે ધ્વજને પૂરાં સન્માન સાથે દોડવાનું રહેશે. ત્યારબાદ દરેક દોડવીર ધ્વજને પોતાનાં ઘરે લઇ જઈ બીજા દિવસે 15મી ઓગસ્ટે સવારે પોતાની ઘરે ધ્વજ વંદન કરી દેશને વફાદાર રહેવાનાં સોગંદ લેશે. એકતા દોડ માટે કોઈ ફી નથી પરંતુ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન https://forms.gle/Hxsm3es5tgAG8x72A પર કરાવવાનું રહેશે.
વલસાડ રેસર્સ ગૃપના એક્ટિવ મેમ્બર ડો. કલ્પેશભાઈ જોષીએ જણાવ્યું કે, આપણાં દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને સાકાર કરવાં માટે વલસાડ રેસર્સ ગ્રુપ તત્પર છે. જેથી 15મી ઓગષ્ટનાં દિવસે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાનમાં આપણે સૌ સહભાગી બની દરેક ઘરે તિરંગો લહેરાવીએ. તા. 14મી ઓગસ્ટે ધ્વજ લઇને એકતા દોડમાં ભોગ લેનારા તમામ દોડવીરે ધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવી તિરંગાના ધારાધોરણનું પાલન કરવાનું રહેશે. એકતા દોડમાં એક રાષ્ટ્ર, એક ભાવના અને એક પરિચયનો મેસેજ અપાશે. દોડ દરમિયાન રસ્તે કોઈએ પણ કચરો ફેંકવાનો રહેશે નહીં. પાણીની બોટલ જાતે લાવવાની રહેશે. વલસાડ રેસર્સ ગૃપ દ્વારા રસ્તામાં પાણી અને ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Related posts

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

Leave a Comment