October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

સામાન્‍ય ઈજા પામેલ યુવાનોને તલાસરી ખાતેપી.એચ.સી.માં આપવામાં આવેલી સારવારઃ વધુ ઈજાગ્રસ્‍તોને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્‍તારના યુવાનો મહારાષ્ટ્રના તલાસરી ગામે ફૂટબોલ ટુર્નામેન્‍ટ રમવા માટે પીકઅપ ટેમ્‍પોમાં જઈ રહ્યા હતા તે સમયે કુરઝા રોડ પર અકસ્‍માત થતાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી ગયો હતો જેમાં સવાર 15માંથી નવ જેટલા યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના અંતરિયાળ વિસ્‍તારના યુવાનો ફૂટબોલ ટીમ બનાવી ટુર્નામેન્‍ટમાં ભાગ ફૂટબોલ કોચ વિકી જાનુ ગાવિત સાથે ખાનવેલ અને આજુબાજુના ગામના પંદર જેટલા યુવાનો ફૂટબોલ રમવા મહારાષ્ટ્રના તલાસરી ગામ ખાતે પીકઅપ ટેમ્‍પો નંબર એમએચ-48 એવાય-8163માં બેસીને જઈ રહ્યા હતા તે સમયે વરસાદ પણ ચાલુ હતો જેના કારણે ટેમ્‍પોચાલકે અચાનક સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટેમ્‍પો પલ્‍ટી ગયો હતો. આ અકસ્‍માતમાં નવ જેટલા યુવાનોને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્‍ત યુવાનોને તાત્‍કાલિક તલાસરી પી.એચ.સી. ખાતે લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ કેટલાક યુવાનોને ગંભીર ઇજા હોવાને કારણે વધુ સારવારઅર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં બે નવયુવાન (1)નાકૂન સુનિલ પાઢેર (ઉ.વ.22) રહેવાસી- ખાનવેલ કુંભારપાડા અને (2)વિશ્વાસ અગુસ્‍ટિન વરઠા (ઉ.વ.22) રહેવાસી ખાનવેલ કુંભારપાડાને ગંભીર ઇજા હોવાને કારણે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્‍યા હોવાની માહિતી મળી છે. જ્‍યારે અન્‍ય (1)અનાલીઝા એસ કોસ્‍ટા (ઉ.વ.22), (2)અશ્‍મા પ્રકાશ મસયા (ઉ.વ.18) રહેવાસી-ખાનવેલ, (3)લુનજર રણજીત રાવતે (ઉ.વ.28) રહેવાસી રુદાના (4)કુલદીપ કાશીરામ વરઠા (ઉ.વ.29), (5)અરુણ લક્ષી વરઠા (ઉ.વ.23) રહેવાસી-રુદાના, (6)આનંદ રુબન નડગે (ઉ.વ.24), (7)વિશ્વાસ રોબન નડગે (ઉ.વ.22) રહેવાસી-ચિસદા, (8)શ્વેતા કાશીરામ વરઠા (ઉ.વ.16) રહેવાસી-રૂદાના અને (9)વિકી જાનુ ગાવિત (ઉ.વ.30) રહેવાસી- ખાનવેલ જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment