Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ સ્‍વરાજના તંત્રી પંકજભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયેલો માનવ મહેરામણઃ પરિવારજનોના કલ્‍પાંતથી હિબકે ચડેલો સમગ્ર વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દમણના ઉભરતા પત્રકાર અને દમણ સ્‍વરાજ યુ ટયુબ ચેનલના સંચાલક શ્રી પંકજભાઈ પટેલ(ભંડારી)ની આજે તેમના નિવાસ સ્‍થાન રાધા માધવ રેસીડેન્‍સીમાંથી નિકળેલી સ્‍મશાન યાત્રા દરમિયાન તેમના પરિવારજનોના કલ્‍પાંતથી સમગ્ર વિસ્‍તાર હિબકે ચડયો હતો.
શનિવારની મોડી રાત્રે શ્રી પંકજભાઈ પટેલનું હૃદયરોગના હૂમલાથી આકસ્‍મિક નિધન થયું હતું. તેમનો પુત્ર ઓસ્‍ટ્રેલિયાહોવાથી આજે તેમનું આગમન થયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આજે નિકળેલી સ્‍વ. પંકજભાઈ પટેલની સ્‍મશાન યાત્રામાં ખુબ જ મોટી સંખ્‍યામાં તેમના સગાં-સંબંધીઓ, શુભેચ્‍છકો અને આગેવાનો જોડાયા હતા. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, પૂર્વ સરપંચો, પત્રકારો-તંત્રીઓ પણ ખુબ મોટી સંખ્‍યામાં જોડાઈ સ્‍વ. પંકજભાઈ પટેલના દિવંગત આત્‍માને શ્રદ્ધાંજલિ આપી હતી.

Related posts

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

Leave a Comment