Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

ઔદ્યોગિક સલામતિ જાળવવા આપવામાં આવેલા દિશા-નિર્દેશઃ રેપ વીથ મર્ડરની ઘટનામાં આરોપીને પકડવા મદદરૂપ બનેલા સીસીટીવી કેમેરા સહિતની વ્‍યવસ્‍થા માટે ચાલમાલિક સંદિપ ગુલાબભાઈ પટેલનું કરાયેલું સન્‍માન 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.07: આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં દમણ પોલીસના અધિકારી દ્વારા શનિવારે ડી.આઈ.એ. હોલ ખાતે ચાલમાલિક, ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રતિનિધિઓ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં સોમનાથ પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલી અને આટિયાવાડ પંચાયતના સરપંચ  શ્રી અમિત પટેલ, સોમનાથ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ અને શ્રીમતી વર્ષિકાબેન પટેલઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં ઔદ્યોગિક એકમોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી દરેક ઔદ્યોગિક એકમોથી આવવા-જવાવાળા સાર્વજનિક રસ્‍તાઓને કવર કરી શકે તે રીતે પોતપોતાના યુનિટમાં સીસીટીવી કેમેરા સિસ્‍ટમ લગાવી સુરક્ષિત કરવાની સલાહ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક ઔદ્યોગિક સંસ્‍થાએ પોતાના કર્મચારીઓના સંપૂર્ણ ડેટા પ્રણાલી પોલીસ વિભાગથી પોતપોતાના કર્મચારીઓનું ક્રાઈમ વેરીફિકેશન કરાવવાની પણ સલાહ આપવામાં આવી હતી.

દમણ ઔદ્યોગિક ગૃહોમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા સપ્‍લાય કરવામાં આવે છે. લેબર કોન્‍ટ્રાક્‍ટરોને શ્રમિકોની મળનારી સેલરીને સમય ઉપર આપવા અને બાકી નહીં રાખવાની સલાહ આપવામાં આવી હતી. જેથી શ્રમિકોની ઔદ્યોગિક સંસ્‍થા પ્રત્‍યે પોતાની નિષ્‍ઠા બની રહે.

દમણના ઔદ્યોગિક ગૃહોમાં કામ કરનારા મોટાભાગના શ્રમિકો ચાલમાં ભાડા ઉપર રહે છે. ચાલમાલિકોને પોતપોતાની ચાલમાં રહેતા ભાડૂઆતોની સમય સમય ઉપર ક્રાઈમ વેરીફિકેશન કરવા તથા ભાડૂઆતના આઈ.ડી. પ્રૂફ તથા કાયમી સરનામું જેવા દસ્‍તાવેજ રાખવા પણ સલાહ આપવામાં આવી હતી. તદ્‌ઉપરાંત ચાલમાં અથવા તેની આસપાસ કોઈ ગેરકાયદે કામ અથવા કોઈ સંદિગ્‍ધ વ્‍યક્‍તિ ધ્‍યાનમાં આવે તો તાત્‍કાલિક પોલીસને જાણકરવા પણ તાકિદ કરવામાં આવી હતી. ચાલ પરિસરને સીસીટીવી કેમેરા સિસ્‍ટમથી સુસજ્જ કરવા તથા સુરક્ષા સંબંધિત મહત્‍વપૂર્ણ સલાહ પણ આપવામાં આવી હતી.

તાજેતરમાં એક ચાલીમાં થયેલ રેપ સાથે મર્ડરની ઘટનામાં ચાલમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના માધ્‍યમથી આરોપીની ઓળખાણ થઈ શકી હતી અને ગણતરીના કલાકોમાં જ કેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. તેથી દમણ પોલીસ દ્વારા ચાલમાલિક શ્રી સંદિપભાઈ ગુલાબભાઈ પટેલની સરાહનીય કામગીરી બદલ તેમને સન્‍માનિત પણ કરવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment