(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: કિલ્લા-પારડીની વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્ડ વી.એન. સવાણી સ્કૂલમાં તા.20 થી 26 ઓક્ટોબર 2024ના રોજ ઓલ ઈન્ડિયા લેવલની આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલ્લભ આશ્રમ સહિત દેશભરની કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો. તા.20 ઓક્ટોબરના રોજ પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી સંદીપ સસલડે, ડેલી કોલેજ ઈન્દોરના ઓબ્ઝર્વર શ્રી સંજય ઠક્કર, શાળા મેનેજમેન્ટના સભ્યો શ્રી બાબુભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી કુશ સાકરિયા, વલ્લભ આશ્રમ સ્કૂલના આચાર્ય શ્રી અનુરાદ શર્માની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. જેમાં પીએસઆઈ શ્રી સંદિપ સસલડે તથા ઓબ્ઝર્વર શ્રી સંજયભાઈ ઠક્કરના હસ્તે સંયુક્ત રીતે ધ્વજારોહણ કર્યા બાદ ટુર્નામેન્ટ ઓપન જાહેર કરવામાં આવી હતી. જેમાં દરેક ટીમોએ એકસાથે શપથ ગ્રહણ કરી ખેલદિલી વ્યક્ત કરી હતી.
શાળાના સંચાલક મંડળના વ્યવસ્થાપન હેઠળ દેશભરમાંથી આવેલ વિવિધ ટીમોને ટ્રાન્સપોર્ટ, રહેઠાણ,ભોજન, મેડિકલ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટની બધી જ મેચો સફળતાપૂર્વક રમાઈ હતી. તા.20 થી 23 ઓક્ટોબર 2024 સુધી કુલ 27 લીગ મેચો અલગ અલગ મેદાન ઉપર રમાઈ હતી. ત્યારબાદ તા.23 થી 25 ઓક્ટોબર દરમ્યાન પ્રી-ક્વાટર ફાઈનલ મેચ, ક્વાટર ફાઈનલ મેચ તેમજ સેમી ફાઈનલ મેચ રમાઈ હતી તેમજ ત્રીજા સ્થાન (થર્ડ પોઝીશન) માટે એક હાર્ડ લાઈન મેચ પણ રમાઈ હતી. તા.26 ઓક્ટોબરના રોજ વલ્લભ આશ્રમ સ્કૂલના મેદાન પર ‘‘મોડર્ન સ્કૂલ, બારાખંબા” અને ‘‘મોતીલાલ મહેરુ સ્કૂલ ઓફ સ્પોર્ટસ, રાય” વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ‘‘મોતીલાલ નહેરુ સ્કૂલ ઓફ સ્પોર્ટસ રાય” ત્રણ વિજેતે વિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની (સમાપન સમારંભ) વલ્લભ આશ્રમ શાળાના ચેરમેન સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજીના આશીર્વાદ સાથે ટ્રસ્ટી શ્રી બાબુભાઈ, શ્રી દિનેશભાઈ, ડાયરેક્ટર ડો.તૃપ્તિ સાકરિયા, યુવા ટ્રસ્ટી શ્રી કુશભાઈ, ઓબ્ઝર્વર સંદીપ ઠક્કર, સ્કૂલના આર્કિટેક શ્રી બિમલભાઈ, પ્રિન્સિપલ શ્રી અનુરાગ શર્મા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ ફિલ્ડર, ફસ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ તથા ફાઈનલ મેચના વિજેતાઓને ટ્રોફી સર્ટિફિકેટ, મેડલ વગેરે એનાયત કરીઅભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
