Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15

વલસાડ જિલ્લા વાપી-છરવાડા, હીરાનગર સાંઇતક્ષ એપાર્ટમેન્‍ટ, એ-વિંગ ૧૦૨ ખાતે રહેતા તેમજ મૂળ રહેવાસી લાપોદ ગામ, તા.રાની, જિ.પાલી (રાજસ્‍થાન)ના રેખાબેન સુરેશ છોગાલાલ તલેશા તા.૮/૩/૨૦૨૨ના રોજ સવારે ૪-૩૦ વાગ્‍યાની આસપાસ ઘરેથી કોઇને કંઇપણ કહયા વગર જતા રહયા છે. ગુમ થનારની ઉંમર ૩૯ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ગોરી, મધ્‍યમ બાંધો, શરીરે ટી-શટસ્‍ તથા પેન્‍ટ પગમાં સેન્‍ડલ પહેર્યાં છે. જે મારવાડી, હિન્‍દી, મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઇને ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.   

વલસાડ જિલ્લા પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે રહેતી શિવાનીબેન નરેશભાઇ ટંડેલ તા.૧૦/૩/૨૦૨૨ના રોજ પોતાના ઘરેથી પારડી જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે આવી નથી. તેના મોબાઇલ નંબર ૯૯૦૪૩૯૬૫૨૬ ઉપર ફોન કરતાં પણ સંપર્ક થઇ શકયો નથી. ગુમ થનારીની ઉંમર ૧૯ વર્ષ, ઊંચાઇ પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, જમણી આંખ પાસે કાળો ડાઘ છે. જેણે શરીરે આખી બાંયની ટી-શર્ટ તથા કમરે કાળા કલરની જીન્‍સ પેન્‍ટ પહેરી છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

વલસાડ જિલ્લા પારડી, ચીવલ રોડ, દાંતા ફળિયા ખાતે રહેતી તેજલબેન જીતુભાઇ પટેલ તા.૧૦/૩/૨૦૨૨ના રોજ પોતાના ઘરેથી પારડી બજારમાં કપડાં ફીટિંગ કરાવવા ગઇ હતી, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. તેના મોબાઇલ ઉપર તેમના ભાઇ મનીષભાઇએ મોબાઇલ નંબર ૮૭૫૮૭૩૪૪૬૨ ઉપર ફોન કરતાં ફોન બંધ આવ્‍યો હતો. જેની શોધખોળ કરતાં તે મળી આવી નથી. તેજલના કબાટમાંથી મળેલી કાપલીમાં તેણીએ લખ્‍યું હતું કે, ‘મેં ચાયલી છે, મારી રીતે જીવાય કે મરાય તે કંઇની, તમે શોધવા ની આવતા, એમ બી કોઇ ફરક તો ની પરતો, કોઇને બી કે મેં રેમ જોઇ ની રેમ.’ ગુમ થનારની ઉંમર ૨૧ વર્ષ, ઊંચાઇ ૪.૫ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધ, ડાબા હાથમાં અંગ્રેજીમાં ટી કોતરાવેલું છે. શરીરે ગ્રે કલરની ટીશર્ટ તથા કમરે કાળા કલરનું જીન્‍સ પેન્‍ટ પહેર્યું છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

Related posts

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

Leave a Comment