December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શનિવારે 13મી ઓગસ્‍ટના રોજ ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ ખાતે ભારત દિવસ તરીકે મનાવવામાં આવશે. જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલના રૂપમાં દરેક સમુદાયના નેતાઓ, સાંસ્‍કૃતિક કલાકારો અને આમજનતા પોતપોતાના રાજ્‍ય અને સમુદાયની વેશભૂષા સાથે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સ્‍વરૂપે પહોંચશે.

અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યોના લોકો વસવાટ કરે છે અને તેમના રીતિ-રિવાજોની ઉજવણી પણ કરે છે. ત્‍યારે સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારે ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘ઈન્‍ડિયા ડે’ની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્‍થિત લોકો દ્વારા પોતાના પ્રદેશના પારંપારિક સાંસ્‍કૃતિક નૃત્‍ય અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરશે.

Related posts

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

Leave a Comment