October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો વળેલો ખુડદોઃ બે યુવાનો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સેલવાસ નરોલી રોડ પર અથાલ નજીક નરોલીથી સેલવાસ તરફ રીક્ષા નંબર જીજે-15-વાયવાય-8090 પેસેન્‍જર ભરીને આવી રહી હતી. એની પાછળ જ એક ટ્રક નંબર જીજે-15-વાયવાય-8103ના ચાલકે રિક્ષાને ઓવરટેક કરવાના લ્‍હાયમાં ટ્રકનો પાછળનો ભાગ રિક્ષાને ટચ થઈ જતા રીક્ષા પલ્‍ટી મારી ગયી હતી. રિક્ષામાં સવાર બે વ્‍યક્‍તિને ગંભીર ઈજા થઇ હતી. જેઓને સ્‍થાનિકોએ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળહાથ ધરી હતી. સેલવાસ પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment