Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ખેરગામના દશેરા ટેકરી પટેલ ફળીયા ખાતે રહેતી મનીષાબેન શૌલેશભાઈ ધોડિયા પટેલની પુત્રી મુસ્‍કાન શૌલેષભાઈ ધોડિયા પટેલ (ઉ.વ.આ-19) જે તા.20/5/2024 ની સવારનાસાડા આઠેક વાગ્‍યાના અરસામાં ચીખલી તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી કયાંક ચાલી જતા ગુમ થઈ ગઈ હતી. જે યુવતીની આજુબાજુના ગામોમાં તેમજ સગા સબંધીને ત્‍યાં શોધખોળ કરતા મળી આવી ન હતી. આખરે ગુમ થનાર યુવતીની માતા મનીષાબેન શૈલેષભાઈ ધોડિયા પટેલ (ઉ.વ-45) એ ચીખલી પોલીસ મથકે ગુમ થયા અંગેની જાહેરાત આપી હતી.
ગુમ થનાર યુવતીએ શરીરે રાખોડી કલરનું શર્ટ તથા શર્ટની ઉપર સફેદ કલરનું એપ્રોન તથા કાળા કલરનો પેન્‍ટ પહેરેલ છે. અને પગમાં કાળા કલરની ચપ્‍પલ પહેરેલ છે. બનાવની વધુ તપાસ એએસઆઈ-ભાવેશભાઈ બીપીનચંદ્ર કરી રહ્યા છે.

Related posts

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment