October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

ત્રણેય કેન્‍દ્રિય મંત્રીઓ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસના સંદર્ભમાં કરેલી મનનીય ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.29 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવી દિલ્‍હી ખાતે દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. પ્રશાસકશ્રીએ લક્ષદ્વીપ એરપોર્ટની સુરક્ષા તથા વિવિધ અન્‍ય મહત્ત્વના મુદ્દાઓ ઉપર સંરક્ષણમંત્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સંબંધી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપ માટે જરૂરી ચર્ચા-વિચારણાં કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની દિલ્‍હી યાત્રા દરમિયાન કેન્‍દ્રિય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંવસવાટ કરતા લક્ષદ્વીપ અને દેશના અન્‍ય રાજ્‍યોના લોકોને તેમના વતનમાં જવા તથા પરત આવવામાં રેલવેની ઉપયોગી સુવિધા બાબતે ચર્ચા-વિચારણાં કરી હતી.

Related posts

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

રેટલાવમાં રિવર્સ લઈ રહેલ કન્‍ટેનર ચાલાકે મહિલાને અડફટે લીધી

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment