Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13
ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે જેટલા સાપને ઉગારી લેવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના વંકાલ ગામના વાણીયા તળાવ પાસે આવેલ અંબામાતાના મંદીર પાસે ગાર્ડનની ફરતે રક્ષા કરવા બાંધેલી નાયલોનની નેટમાં શિકારની શોધમાં નીકળેલ એક ધામણ ફસાતા જે અંગેની જાણ વાઈલ્‍ડલાઈફ વેલફર ફાઉન્‍ડેશન નવસારી સંસ્‍થાના હિમલ મેહતાને કરતા ટીમ ઘટના સ્‍થળ પર જઇ જોતા એક ધામણ આશરે 7-ફૂટ નેટની જાળમાં ફસાતા સલામત રીતે બહાર કાઢી છોડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ ધામણ પ્રજાતિનો બિનઝેરી સાપ હોય અને ઉંદરનો જ શિકાર કરતા હોવાનું જણાવ્‍યું હતું.
જ્‍યારે બીજા એક બનાવમાં તાલુકાના મોગરાવાડી ખાતે આવેલમગનભાઈ પટેલના ખેતરમાં મજૂરો ખેતીકામ કરી રહ્યા હતા. દરમ્‍યાન ખેતરમાં જંગલી ભૂંડના રક્ષણ માટે બાંધવામાં આવેલ નાયલોની જારીમાં એક ઝેરી કામરીયો (રસલ્‍સ વાઈપર) નામનો ઝેરી સાપ ફસાતા જે અંગેની જાણ વાઈલ્‍ડ લાઈફ વેલફર ફાઉન્‍ડેશન નવસારીના હિમલ મેહતાને કરતા તેમની ટીમ દ્વારા આ ઝેરી કામરીયા સાપને સાવચેતપૂર્વક પકડી લઇ વનવિભાગને સોપવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

Leave a Comment