October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 13: 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે.
ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે.
આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે.
સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

Related posts

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

Leave a Comment