October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

ઈવીએમના મતોની 357 અને પોસ્‍ટલ બેલેટના મતોની 100 અધિકારી- કર્મીઓ દ્વારા ગણતરી કરાશે

666 સુરક્ષા જવાનોના લોખંડી બંદોબસ્‍ત હેઠળ મત ગણતરી સવારે 8 કલાકે શરૂ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: 26-વલસાડ લોકસભા બેઠકની મતગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે તા.4 જૂનના રોજ યોજનારી મત ગણતરી વલસાડ બેઠક પર ઉમેદવારી કરનાર સાત ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ-જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્‍વમાં તા.7 મે ના રોજ સમગ્ર રાજ્‍યમાં સૌથી વધુ 72.71 ટકા જંગી મતદાન વલસાડ બેઠક પર નોંધાયા બાદ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મત ગણતરીનો દિવસ તા.4 જૂન આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેતૃત્‍વમાંજિલ્લાનું સમગ્ર ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્‍યું છે. આજે ચૂંટણી પરિણામને પગલે જિલ્લાના 1352413 મતદારોની સાથે સાથે રાજકીય પાર્ટીઓમાં પણ ભારે ઉત્‍કંઠા સર્જાઈ છે.
26-વલસાડ બેઠક પર કુલ કુલ સાત ઉમેદવાર (1) ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ (રહે. જવાહર રોડ, ઉનાઈ, તા.વાંસદા, જિ.નવસારી), (2) ભારતીય જનતા પાર્ટીના ધવલ લક્ષ્મણભાઈ પટેલ (રહે. એ-81, સ્‍વસ્‍તિક રો હાઉસ, વિજ્‍યાલક્ષ્મી કો.ઓ.હા. સોસાયટી, જહાંગીરાબાદ, સુરત), (3) બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મનકભાઈ જતરૂભાઈ શાનકર (રહે. ખોરા ફળિયું, મુ.પો.કણધા, તા.વાંસદા, જિ.નવસારી), (4) બહુજન રિપબ્‍લિકન સોશ્‍યાલિસ્‍ટ પાર્ટીના ઉમેશભાઈ મગનભાઈ પટેલ (રહે. પુલ ફળિયું, ગામ ફલધરા, તા.જિ. વલસાડ), (5) વીરો કે વીર ઈન્‍ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ ખંડુભાઈ શાળું (રહે. મુ.પો. કાંગવી, નદી ફળિયુ, તા.ધરમપુર, જિ.વલસાડ), (6) અપક્ષ ચિરાગકુમાર ભરતભાઈ પટેલ (રહે. ભીનાર, ભાઠેલ ફળિયા, તા.વાંસદા, જિ.નવસારી) અને (7) રમણભાઈ કરશનભાઈ પટેલ (રહે. 405, શેઠીયા નગર, પારડી સાંઢપોર-2, તા.જિ. વલસાડ) પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણીના મહાસંગ્રામમાં ઉતર્યા હતા. 27 દિવસ બાદ આજે તા.4 જૂનના રોજ તેઓનું ભાવિ નક્કી થશે.જો કે વલસાડ બેઠક પર ખાસ કરીને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્‍ચે સીધો મુકાબલો હોવાથી રસાકસીનો જંગ જામશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેનો આજે ફેંસલો થવાથી તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાશે.
મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરીના દિવસે મળસ્‍કે 4.30 કલાકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ કાઉન્‍ટીંગ સ્‍ટાફનું થર્ડ રેન્‍ડમાઈઝેશન કરવામાં આવશે. સવારે 8 વાગ્‍યેથી મતગણતરીનો પ્રારંભ થશે. જેમાં ઈવીએમ કાઉન્‍ટિંગમાં માઈક્રો ઓર્બ્‍ઝવર, સુપરવાઈઝર અને મદદનીશ સુપરવાઈઝર મળી 357 અધિકારીઓ મત ગણતરી કરશે. જ્‍યારે પોસ્‍ટલ બેલેટના કુલ 10243 મતોની ગણતરી 25 માઈક્રો ઓર્બ્‍ઝવર, 25 સુપરવાઈઝર અને 50 આસિસ્‍ટન્‍ટ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કુલ 2 હજારથી વધુનો સ્‍ટાફ પોતાની ફરજ બજાવશે. જાહેર જનતા પણ મત ગણતરીનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે કોલેજ કેમ્‍પસમાં સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે એલઈડી ટીવી અને મંડપ સાથેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
સમગ્ર મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાયરહે એ માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 415 પોલીસ કર્મીઓ, 150 હોમગાર્ડ, 24 સીઆઈએસએફ અને 21 એસઆરપી જવાન મળી કુલ 666 જવાનોના લોખંડી બંદોબસ્‍ત વચ્‍ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
-000-

Related posts

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment