October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

રામ સેતુમાં ખિસકોલીએ કરેલ શ્રમદાન જેટલું શ્રમદાનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: કસમ રામ કી ખાતે હે હમ મંદિર વહી બનાયેગે… વરસો પહેલા રામ ભક્‍તોએ ખાધેલી કસમ હવે પૂર્ણ થવા જઈ રહી છે. હજારો રામ ભક્‍તોના બલિદાનને લઈ બાબરી મસ્‍જિદની ખોટી ઓળખ મટી આજે રામલલાના જન્‍મસ્‍થળ સ્‍થાપિત થઈ ભવ્‍ય થી ભવ્‍ય રામ મંદિરની સ્‍થાપના થઈ રહી છે.
આ રામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના 20 જેટલા કાર્યકર્તાઓ પારડીથી રવાના થયા હતા. તેઓ અયોધ્‍યા ખાતે ચાલી રહેલ રામ મંદિર નિર્માણ કાર્યમાં તારીખ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી રામસેતુ દરમ્‍યાન ખિસકોલીએ કરેલ શ્રમદાન જેવા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત રામલીલા હમ આયેંગે ગિલહરી સા યોગદાન હમ ભી દેંગે ના સૂત્ર સાથે વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વલસાડ જિલ્લામાંથી 20 જેટલા કાર્યકર્તાઓપારડી ચાર રસ્‍તા મુકામે ભેગા થયા હતા અને જય શ્રી રામ ના નારા સાથે પવિત્ર અયોધ્‍યા ધામ જવા માટે રવાના થયા હતા. આ ટીમ અયોધ્‍યા જશે અને ત્‍યાં મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમ દાન કરશે.
મોટી સંખ્‍યામાં અન્‍ય કાર્યકર્તાઓ ભેગા થઈ અયોધ્‍યા જઈ રહેલા આ તમામ કાર્યકર્તાઓનું સન્‍માન કર્યું હતું અને શ્રીરામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા બદલ શુભેચ્‍છાઓ આપી હતી.

Related posts

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment