July 12, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્‍ટ, 2022ના રોજ કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી સન્‍માનિત કરાશે.
કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓને પુરસ્‍કાર મળી રહ્યો છે. જેમાં દાનહના મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલનો પણ સમાવેશ છે. આ પુરસ્‍કારનો પ્રારંભ 2018માં ફોજદારી મામલાની તપાસમાં ઉચ્‍ચ વ્‍યવસાયી માપદંડોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્‍યો છે.
કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી 151 પોલીસકર્મીઓને સન્‍માનિત કરાશે. જેમાં દમણ-દીવથી શ્રી લીલાધર મકવાણા પણ સામેલ છે. પુરસ્‍કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં સીબીઆઈથી 15, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્ર પોલીસના 11-11, ઉત્તરપ્રદેશના 10, કેરલ અને રાજસ્‍થાનના 8-8, તામિલનાડુ તથા તેલંગાણાના 5-5, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્‍હીના 6-6 પોલીસકર્મીઓ સામેલ છે. આસામ, હરિયાણા, ઓરિસ્‍સાના 4-4 તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 2 કર્મીઓને આ વર્ષે કેન્‍દ્રીય ગૃહમંત્રી પદથી નવાજવામાં આવનાર છે.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment