January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

આઝાદી ના અમૃત મહોત્‍સવ અંતર્ગત 10 હજાર તિરંગાનુ વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પાછલા સ્‍વાતંત્ર દિને લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે, આવનાર સંપૂર્ણ વર્ષને ‘‘આઝાદી ના અમૃત મહોત્‍સવ” તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગ રૂપે વીઆઈએ દ્વારા આખા વીઆઈએ હાઉસને રોશનીથી તિરંગાના રંગે સુશોભિત કરવામાં આવ્‍યું. તેવી જ રીતે કેન્‍દ્ર સરકારના ‘‘હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાઈને વીઆઈએના ઉદ્યોગકારો અને કામદારો વચ્‍ચે 10,000 જેટલા રાષ્‍ટ્રીય ધ્‍વજનું વિતરણ પણ કરવામાં આવ્‍યું છે. અને આજના આ ઐતિહાસિક દિવસે વીઆઈએ ગ્રાઉન્‍ડ પર થઈ રહેલ ધ્‍વજ વંદનના કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ધ્‍વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે સ્‍વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી.
વીઆઈએના માનદમંત્રી શ્રી સતિષ પટેલે પણ સ્‍વતંત્રતા દિનની શુભકામના આપી જણાવ્‍યું કે, ભારત દેશે જ્‍યારે આઝાદીના 50 વર્ષ પૂર્ણ કર્યા અને અત્‍યારે જ્‍યારે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આ25 વર્ષ દરમ્‍યાન દેશે ઘણી પ્રગતિ સાધી લીધી છે અને ભવિષ્‍યમાં પણ જ્‍યારે આપણે આઝાદીના 100 કે 150 વર્ષ પૂર્ણ કરીશું ત્‍યારે વિશ્વ ફલક પર આપણો ભારત દેશ એક અનેરી ઉંચાઈ સર કરી ચુકયો હશે. તેમણે એ પણ જણાવ્‍યું કે જે પ્રમાણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે એમના પ્રવચનમાં જણાવ્‍યું છે તે પ્રમાણે દેશના દરેક નાગરિકે આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે ભ્રસ્‍ટાચારને દૂર કરવો અને પ્રામાણિક બનવું ખુબ જ જરૂરી છે, તેને અનુલક્ષીને શ્રી સતિષભાઈ એ સૌને અનુરોધ કર્યો હતો કે આજના બાળકો દેશનું ભવિષ્‍ય છે તેથી તેમનામાં આજથી જ આપણે સૌ પ્રમાણિકતાના બીજ રોપીએ જે ભવિષ્‍યમાં મોટું વટવૃક્ષ બનશે અને આપણો દેશ પ્રગતિના પંથે સતત આગળ વધતો રહેશે.
આ કાર્યક્રમમાં વાપી સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આપણા દેશની આઝાદીમાં જે વીર યોદ્ધાઓ દ્વારા યોગદાન આપવામાં આવ્‍યું હતંું તેને બિરદાવી જણાવ્‍યું કે ભવિષ્‍યમાં આપણે પણ આપણા દેશની પ્રગતિમાં આપણું સંપૂર્ણ યોગદાન આપીએ અને આપણા દેશને વિશ્વ સ્‍તરે ઉંચાઈ પર લઈ જઈએ.
વીઆઈએના ખજાનચી શ્રી હેમાંગ નાયકે ઉપસ્‍થિત વીઆઈએના મેમ્‍બર્સ, ઉદ્યોગકારો, વાપી સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જાહેરજનતાને સ્‍વાતંત્રતા દિનની શુભકામના આપી સૌનો ઉપસ્‍થિત રહેવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વીઆઈએના સહ માનદમંત્રી શ્રી કલ્‍પેશ વોરા, વીજીઈએલના સીઈઓ શ્રી જતીન મેહતા, સ્‍ત્‍ખ્‍ ચ્‍હૃફૂણૂયદ્દશરુફૂ ઘ્‍ંળળશદ્દદ્દફૂફૂ મેમ્‍બર્સ અને મેમ્‍બર્સ જેમ કે શ્રી માધુભાઈ મંગુકિયા, શ્રી સંજય સાવાણી, શ્રી લલિત અરોરા, શ્રી જયેશ ટેકચંદાની, શ્રી કાંતિભાઈ ગોગદાની, શ્રી જગદીશ ભરૂચી, શ્રી જોય કોઠારી, શ્રી લલિત કોઠારી, શ્રી જીગર પટેલ, શ્રી વિરાજ દક્ષિણી, શ્રી ભગવાન અજબાની, શ્રી કેતન ઠક્કર, શ્રી હસમુખ પટેલ, શ્રી દેવેન્‍દ્ર પટેલ, શ્રી રમન પટેલ, શ્રી પંકજ શુક્‍લા, શ્રી સુરેશ પટેલ અને વીઆઈએ, વીજીઈએલ અને વીઈસીસીનો સ્‍ટાફ, વાપી સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા અન્‍ય જનતાએ પણ તિરંગાને સલામી આપી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

Related posts

દમણમાં આદિવાસી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કરાવેલો આરંભ

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે રીંગણવાડા વિસ્‍તારમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

Leave a Comment