Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

પાલિકાની પ્રિમોન્‍સુન કામગીરીની પહેલી વરસાદે જ પોલ ખોલી દીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: છેલ્લા દોઢ બે મહિનાથી વલસાડ જિલ્લામાં કાળઝાળ ગરમી વરસી રહી છે ત્‍યારે આજે બુધવારે ચોમાસાના પ્રથમ વરસાદે વલસાડ શહેરમાં દસ્‍તક દીધા હતા. સારો એવો ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસતા લોકોએ ગરમીના વાતાવરણ વચ્‍ચે વરસાદને લઈ ટાઢકનો અનુભવ થયો હતો.
વલસાડમાં આજે બુધવારે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો. વરસાદનું આગમન મનભાવન અને આલ્‍હાદક લોકોને લાગ્‍યું હતું. કારણ કે છેલ્લા દોઢ-બે મહિનાથી કાળઝાળ ગરમી અને હીટવેવનો લોકો સામનો કરી રહ્યા હતા તે મધ્‍યે વરસેલા વરસાદે ગરમીમાં ઘણી રાહત આપી હતી. હજુ તો સિઝનનો પહેલો વરસાદ શહેરમાં પડયો છે ત્‍યાં મોગરાવાડી રેલવે નાળુ પાણીથી ભરાઈ ગયું હતું તો બીજા નિચાણવાળા ભાગોમાં વરસાદી પાણીનો ત્‍વરીતે નિકાલની ક્ષતિઓ ઉઘાડી પડી હતી. ખાબોચીયા અને પાણીનો ભરાવો જોવા મળતો હતો તેથી એવું ચોક્કસ લાગી રહ્યું હતું કે, પાલિકા દ્વારા મોટા ઉપાડે કરાયેલી કહેવાતી પ્રિમોન્‍સુન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી છે. હજુ તો ચોમાસુ આવ્‍યું નથી પણપાલિકાની પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે.

Related posts

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

Leave a Comment