September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

  • (ભાગ-1)

    સંઘપ્રદેશના લોકોની વિચારશક્‍તિમાં આવેલા પરિવર્તન અને બદલાયેલા વ્‍યવહાર પાછળના મનોવૈજ્ઞાનિક રહસ્‍યનું ‘વર્તમાન પ્રવાહ’ દ્વારા કરાયેલું પૃથ્‍થકરણ

  • દમણના તત્‍કાલિન કલેક્‍ટર એમ.એસ.ખાન ખુબ જ પ્રેક્‍ટ્‍કિલ હોવાથી લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને શરૂ થઈ એક્‍સાઈઝ લાયસન્‍સ, એન.એ., ફર્નિચર સહિતની ખરીદીની હાટડી

આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની વિચારશક્‍તિમાં જ ફક્‍ત પરિવર્તન નથી આવ્‍યું, પરંતુ પ્રદેશના લોકોનો વ્‍યવહાર પણ બદલાયો છે. આ ક્રાંતિ માંડ છેલ્લા 6 વર્ષથી શરૂ થઈ છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે ધીરે ધીરે લીધેલા અનેક અસરકારક પગલાંના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની વિચારવાની શક્‍તિથી માંડી તેમના આચરણમાં પણ પરિવર્તન આવ્‍યું છે. ત્‍યારે આજથી 35 વર્ષ પહેલાં એટલે કે, ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્‍તિત્‍વમાં આવેલા દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીએ શરૂ કરેલી નવી સફરની યાદ તાજીકરાવવા માટે ‘વર્તમાન પ્રવાહ’ આજથી સમયાંતરે સંઘપ્રદેશના બદલાતા આચાર-વિચાર કોલમના માધ્‍યમથી આપની સાથે રૂબરૂ થશે.
1986ના આખરના મહિના અને 1987ની શરૂઆતથી જ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો આપવા માટેની તત્‍કાલિન કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂઆત થઈ ચુકી હતી. તે વખતે દમણ અને દીવને ક્‍યાં સમાવવા તે ઉકેલ માંગતો કોયડો બની ચુક્‍યો હતો. તે વખતના દમણના ધારાસભ્‍ય ડો. જીવણભાઈ એસ. પ્રભાકર અને દીવના તે વખતના ધારાસભ્‍ય ડો. શામજીભાઈ સોલંકી પણ ચિંતામાં હતા. કારણ કે, ધારાસભ્‍ય તરીકે 1984માં વિજેતા બન્‍યા બાદ માંડ અઢી-ત્રણ વર્ષમાં તેમના ધારાસભ્‍ય પદના અસ્‍તિત્‍વ સામે પણ પ્રશ્ન પેદા થયો હતો.
દમણ અને દીવની સ્‍થિતિ જાણવા અને લોકોના મિજાજને પારખવા માટે તે વખતની કેન્‍દ્ર સરકારે તત્‍કાલિન ગૃહ રાજ્‍યમંત્રી શ્રી ચિંતામણી પાણિગ્રહીને દમણ મોકલ્‍યા હતા. દમણ અને દીવના લોકોએ ગોવા સાથે રહેવા અથવા સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ આપવા માંગણી કરી હતી. છેવટે ગોવાને 30મી મે, 1987ના રોજ સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવને પણ સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
એક તરફ સંપૂર્ણ રાજ્‍યના મળેલા દરજ્‍જાના કારણે ગોવામાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. બીજી બાજુ દમણઅને દીવમાં હવે વહીવટી માળખાને આખરી ઓપ આપવાની મથામણ ચાલતી હતી. તે વખતે દમણના કલેક્‍ટર તરીકે શ્રી એમ.એસ.ખાન ફરજ બજાવતા હતા.
દીવમાં સિવિલ એડમિનિસ્‍ટ્રેટર તરીકે કાર્ય કરનારા નોન આઈ.એ.એસ. શ્રી એમ.એસ.ખાનને 1986માં દમણના કલેક્‍ટર તરીકે નિયુક્‍ત કર્યા હતા. તેઓ ખુબ જ પ્રેક્‍ટ્‍કિલ હોવાના કારણે દમણના લોકો સાથે દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગયા હતા. તેમના કલેક્‍ટરના કાર્યકાળ દરમિયાન એક્‍સાઈઝના લાયસન્‍સો, જમીન એન.એ. તેમજ ફર્નિચરોની ખરીદી માટે હાટડીઓ શરૂ થઈ હતી.
દમણ અને દીવના સામાન્‍ય લોકોને માયાજાળની કોઈ ખબર જ નહીં હતી. પરંતુ તેમનો કાર્યકાળ એટલો ઝડપી રહ્યો કે તે સમયમાં ઘણાંના ભાગ્‍ય આડેનું પાંદડું પણ હટી ગયું અને આજે પણ તેઓ પ્રદેશના મોટા ભાઈઓ ગણાય છે.
દમણ અને દીવને સંપૂર્ણ કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે ભારત સરકારે આપેલી માન્‍યતાના કારણે ગૃહ મંત્રાલયે દમણ-દીવ અને દાદરા નગર હવેલી માટે 1964 બેચના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી શ્રી આર.પી.રાયની મુખ્‍ય સચિવ તરીકે નિયુક્‍તિ કરી હતી અને આ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસક તરીકે ગોવાના રાજ્‍યપાલને વધારાનો હવાલો સુપ્રત કર્યો હતો. શ્રી આર.પી.રાયના મુખ્‍ય સચિવ તરીકે આગમન બાદ તેમણે લેવાના શરૂ કરેલા આકરાપગલાંના પડઘા પણ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પડવાની શરૂઆત થઈ હતી. (ક્રમશઃ)

Related posts

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

સુરંગી પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો પરેશાન

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં શ્રેય ઈલેવન ચેમ્‍પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈ

vartmanpravah

Leave a Comment