January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીમાં સુમિતે પોતાનાથી અનુભવી બોક્‍સરોને માત આપી સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમિતે આજે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બોક્‍સિંગમાં બ્રોન્‍ઝ મેડલ કબ્‍જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્‍યપ્રદેશમાં ચાલી રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી ભાગ લઈ રહેલ દમણના બોક્‍સર શ્રી સુમીતે 63.5-67 કિગ્રા વજન વર્ગની વ્‍યક્‍તિગત ઈવેન્‍ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે પ્રથમ મેડલ જીતી ઈતિહાસ રચ્‍યો હતો. બોક્‍સિંગની આકરી મેચમાં શ્રી સુમિતને હરિયાણાના બોક્‍સર પાસેથી હારનો સામનો કરવો પડયો હતો. આકરા મુકાબલામાં હરિયાણાના બોક્‍સરે સુમિતને 4-1થી હરાવ્‍યો અને આ રીતે સુમિતને બ્રોન્‍ઝ મેડલથી જ સંતોષ માનવા પડયો હતો. આ મેચ પહેલાં દમણના શ્રી સુમિતે આંધ્રપ્રદેશ અને દિલ્‍હીના બોક્‍સરોને 5-0થી હરાવ્‍યા હતા.
અત્રે નોંધનીય છેકે, જુનિયર શ્રેણીના શ્રી સુમિતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં અનુભવી બોક્‍સરોને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં વિવિધ રાજ્‍યોના રાષ્‍ટ્રીય સ્‍તરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. શ્રી સુમિતે પોતાના પ્રદર્શનથી પોતાના નામની સાથે સાથે સંઘપ્રદેશનું નામ રોશન કર્યું છે.
આ અવસરે રમતગમત અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને નિયામક શ્રી અરુણ ગુપ્તાએ રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનો ડંકો વગારનાર શ્રી સુમિત તેમજ બોક્‍સિંગ કોચ શ્રી વિજય પટેલ, સ્‍ટ્રેન્‍થ એન્‍ડ કન્‍ડીશનીંગ (S&C) નિષ્‍ણાત વિધી સંઘવી અને ચીફ ધ મિશન શ્રી અક્ષય કોટલવારને પણ અભિનંદન પાઠવ્‍યા હતા.
ઉલ્લેખનીય છે કે મધ્‍યપ્રદેશના 08 શહેરોમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ની 30 જાન્‍યુઆરીથી શરૂઆત થઈ હતી જે અગામી 11 ફેબ્રુઆરી,2023 સુધી ચાલશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશના ખેલાડીઓ આ રમત સ્‍પર્ધાઓમાં વધુ સારૂં પ્રદર્શન કરશે અને વધુ મેડલ જીતીને પ્રદેશનું નામ રોશન કરશે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે યોજાતી સ્‍પર્ધાઓમાં ભાગ લેવા પસંદગી પામે.

Related posts

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

Leave a Comment