April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર-૧ છે, ડબલ એંજિનની સરકારથી સૌને ફાયદો થઈ રહ્યો છે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.21: વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨.૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ધરાસણા પેટા વિભાગીય કચેરીનું વલસાડ સાંસદ શ્રી ડૉ. કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમા લોકાર્પણ કરાયું હતું.
સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે ગુજરાત નંબર ૧ છે એમ જણાવતા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ પ્રસંગે કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી ટોપ પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ કચેરી દ્વારા અસપાસના ગામોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ ભારતમાં એક વ્યક્તિદીઠ ૧૧૩૨ યુનિટ વીજ વપરાશ છે જ્યારે ગુજરાતમાં આ વીજવપરાશ વધીને વ્યક્તિદીઠ ૨૧૮૩ યુનિટ્નો છે. વીજ કટોકટીના સમયે પણ ગુજરાતમાં એકપણ દિવસ વીજકાપ અપાયો નથી. તેથી દરેક ક્ષેત્રે ડબલ એંજિનની સરકારથી દરેકને ફાયદો થઈ રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે તેમ સસ્તી વીજળી આપવા કરતાં સારી વીજળી આપવી એ મહત્વનું છે. તેમજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખૂબ સારી કામગીરી કરી રહી છે. તેથી દરેકે સાથે મળી ને દરેક સમસ્યાનો ઉકેલ લાવવો. કાંઠા વિસ્તારમાં ખારી હવાને કારણે વીજ કેબલોને નુકશાન થવાથી વીજ સમસ્યાઓ ઉદભવે છે તેના ઉકેલ સ્વરૂપે હવે જુદા પ્રકારના કેબલ લગાવી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવશે.
લોકાર્પણ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદશી ડૉ. કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આ કચેરીની રચનાથી આંતલીયા અને ડુંગરી સબ સ્ટેશનથી છૂટા પડેલા આસપાસના વિસ્તારના અનેક ગામોને લાભ મળશે.
ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે આ પેટા વિભાગીય કચેરીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પહેલાં ડુંગરીમાં જ કચેરી હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને પાવરકટ અને લોડ સેરિંગની સમસ્યા રહેતી હતી તે હવે દૂર થશે.
૪૦૦ ચો.કી.મીના વિસ્તારને આવરી લેતી ધરાસણા પેટા વિભાગીય કચેરી અંતર્ગત ૬૬ કે.વી.ના કુલ બે ઉંટડી અને ડુંગરી સબસ્ટેશન કાર્યરત છે જ્યારે ધોલાઈ સબસ્ટેશન ડિસેમ્બર – ૨૦૨૨ સુધીમાં કાર્યરત થઈ જશે. ઊંટડી સબસ્ટેશનમાં જેજીવાયના ત્રણ અને ખેતીવાડીના બે ફીડરો મળી કુલ પાંચ ફીડરો, ડુગરી સબસ્ટેશનમાં જેજીવાયના એક અને એચ.ટી. એક્ષપ્રેસના બે મળી કુલ ત્રણ તેમજ ધોલાઈમાં સબસ્ટેશનમાં જેજીવાયના બે અને ખેતીવાડીના બે ફીડરો મળી કુલ ચાર ફીડરો સ્થાપિત છે. આમ કુલ ૧૨ ફીડરોનું સંચાલન ધરાસણા પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવશે. આ કચેરી અંતર્ગત ખાપરવાડા, બીગરી, પોંસરી, ધોલાઈ, દઢોરા, ગોંયદી, ભાઠલા, ચીખલા, ભાગલ, છરવાડા, દાંડી, ધરાસણા, જેસપોર, કકવાડી, માલવણ, શંકરતળાવ, નાની દાંતી, મોટી દાંતી, ઉંટડી અને ઉમરસાડી એમ કુલ ૨૦ ગામોના ૨૨૧૪૬ જેટલા વીજ ગ્રાહકોને લાભ થશે. ડુંગરી અને આંતલીયા પેટા વિભાગીય કચેરીના વિસ્તારમાં ગ્રાહકોમાં ઘટાડો થશે તેથી વીજ ગ્રાહકો વહેંચાવાથી સરખી અને સારી વીજ સેવાઓ મળશે અને ફરિયાદોનું ઓછા સમયમાં નિવારણ લાવીએ શકાશે. ગ્રાહકોને બીલ ચૂકવણીમાં પણ સરળતા રહેશે. કાંઠા વિસ્તારોમાં સરળતાથી વીજ પૂરવઠો મળવાથી મત્સ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જેથી કાંઠા વિસ્તારનો ઝડપથી વિકાસ થશે. ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે.

Related posts

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

વાપીજી.આઈ.ડી.સી. સી-ટાઈપ નજીર રાત્રે ફરજ પરથી આવી રહેલ વિકલાંગ સાયકલ સવાર શ્રમિકનો મોબાઈલ ઝૂંટવાયો

vartmanpravah

Leave a Comment