April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીને પોલિયો મુક્‍ત કરવાની ઝુંબેશમાં સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓએ પણ ભાગ લીધો હતો. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં જન્‍મેલા બાળકથી લઈ પાંચ વર્ષ સુધીના 44000 બાળકોને 224 બૂથ પર પોલિયોના ટીપા પિવડાવવામાં આવ્‍યા હતા. સેલવાસમાં પાંચ જગ્‍યા પર કલેકટર કચેરી, બસ સ્‍ટેન્‍ડ, પ્રાઈવેટ બસ સ્‍ટેન્‍ડ, ઝંડાચોક અને વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ સહિત પ્રદેશમાં મોબાઈલ યુનિટ દ્વારા પણ કન્‍ટ્રક્‍શન સાઈટ પર કામ કરતા મજૂરોના બાળકોને પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા હતા. વિવિધ સંસ્‍થાઓ સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમે પણ નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્‍યા હતા.

Related posts

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment