October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

આ ફાયર સ્ટેશનની છત પર સોલાર પેનલો લગાવતા લાઇટબીલમાં રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા વલસાડ જિલ્લાના સૌ પ્રથમ સ્ટાફ કવાર્ટર સાથેના આદ્યુનિક ફાયર સ્ટેશનનું રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ આજે તા. ૧૦ મી જૂનના રોજ લોકાર્પણ કર્યુ હતું.

વાપી જી. આઇ. ડી. સી. ખાતે તૈયાર થયેલા આદ્યુનિક ફાયર ફાઇટર સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ વાપી જી. આઇ. ડી. સી. માં જયારે આગની હોનારતો સર્જાય તેવા સંજોગોમાં આ ફાયર સ્ટેશન ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું હતું. આ ફાયર સ્ટેશન બનવાથી વાપી જી. આઇ. ડી. સી. ના ઉદ્યોગોને રાહત થશે. આ ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસરો અને કર્મચારીઓને રહેઠાણની સુવિધા ઊભી કરવા બદલ દક્ષિણ ગુજરાતના જી. આઇ. ડી. સી. ના અધિક્ષક ઇજનેર, એ. સી. પટેલ, વાપી જી. આઇ. ડી. સી. ના અધિક્ષક ઇજનેર બી. સી. વારલી, નોટીફાઇડ એરિયા ઓફિસર ડી. બી. સગર અને તેમની ટીમને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. ના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના સમન્વય અને સહકારથી જ જી. આઇ. ડી. સી. ના તમામ કામો સફળતાપૂર્વક થઇ રહયા છે.આ ફાયર સ્ટેશન ૬ હજાર ચો. મી. માં બ્રિટશ લુકમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૯૫૦ ચો. મી. માં બે મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ફાયરની કચેરીની સાથોસાથ ફાયર ફાઇટરો માટે ૩૨ માણસોની રહેઠાણની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજય સરકારની ઉર્જા બચાવવાની નીતિ અનુસાર આ ફાયર ફાઇટરના મકાનની છત પર સોલાર પેનલો પણ લગાવવામાં આવી છે જેથી લાઇટબીલમાં પણ રાહત થશે. આ ઉપરાંત ફાયરના અત્યાધુનિક સાધનો, ઓડિયો- વિડીયો કોન્ફરન્સ રૂમ, ૩૨ મીટરની હાઇડ્રોલીક સી. ડી., ડીસ્પેન્સરી રૂમ, ડાઇનીંગ રૂમ અને ફાયર જવાનોને ફીટ રહેવા માટે એકસરસાઇઝના સાધનો, તેમજ ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં વી. આઇ. એ. ના પ્રમુખ સતીષભાઇ પટેલ, વી. આઇ. એ. ના એડવાઇઝરી બોર્ડના સભ્યો એ. કે. શાહ, યોગેશભાઇ કાબરીયા, મીલીંદ દેસાઇ, કમલેશ શાહ, હેંમાગભાઇ નાયક તેમજ વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મીતેશભાઇ દેસાઇ તથા જી. આઇ. ડી. સી. ના કર્મચારીઓ તેમજ વાપીના ઉદ્યોગપતિઓ હાજર રહયા હતા.

Related posts

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

Leave a Comment