Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • એડવોકેટ ભક્‍તિ ઉપાધ્‍યાયે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને મેજીસ્‍ટ્રેટ સમક્ષ 164મા અપાતા સ્‍ટેટમેન્‍ટની રસપ્રદ શૈલીમાં આપેલી જાણકારી

  • પોતાનું સંતાન દરેક વાત કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર કરી શકે એવું વાતાવરણ પોતાના ઘરમાં બનાવવા સરપંચ મુકેશ ગોસાવીએ ઉપસ્‍થિત ગ્રામજનોને આપેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયત ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના સુપ્રસિદ્ધ એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાયે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને મેજીસ્‍ટ્રેટ સમક્ષ 164મા અપાતા સ્‍ટેટમેન્‍ટની ખુબ જ રસપ્રદ શૈલીમાં જાણકારી આપી હતી.
એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાયે પોક્‍સો એક્‍ટના સંદર્ભમાં પણ વિસ્‍તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, તાજેતરમાં સેલવાસની એક શાળામાં એક સગીર વિદ્યાર્થીની જોડે શાળાના સંચાલકેકરેલા દુષ્‍કર્મનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, મા-બાપે પણ પોતાના સંતાનના બદલાતા સ્‍વભાવ અને વલણ ઉપર નજર રાખવી જોઈએ. ઘરમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે, પોતાનું સંતાન દરેક વાત કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર કરી શકે. તેમણે દમણની અદાલત દ્વારા લોકોમાં કાનૂની જાગૃતિ પેદા કરવા થઈ રહેલા કાર્યની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્‍યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના આગેવાનો શ્રી હરેશભાઈ(પપ્‍પુભાઈ) બારી, શ્રી ગણેશભાઈ પટેલ, સમાજ સેવિકા શ્રીમતી દિપીકાબેન સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના તથા સ્‍ટાફે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment