(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા કપરાડા તાલુકામાં લવકર ગામે રામદાસભાઈ લાછીયાભાઈ ગવલીના ખેતર પર ફાર્મ સ્કૂલ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ધરમપુરના બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રિતેશભાઇ પટેલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમ માહલા દ્વારા ખેડૂતોને પાક પદ્ધતિ તેમજ પાકની જુદી જુદી અવસ્થાએ રાખવાની થતી કાળજીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 30 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. ઉપરોક્ત તાલીમમાં હાલના તબક્કે પ્રાકૃતિક ખેતી કેમ જરૂરી છે જેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના કપરાડા તાલુકાના સંયોજક કિશનભાઇ ધૂમએ હાજર રહી પોતાની ખેતી અને પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.